GSTV

બિહારના લોકોને મફત રસી તો શું બીજા રાજ્યો શું પાકિસ્તાનમાં છે, આ લોકોને રસી આપવા માટે રશિયાથી પુતિન આવશે

બિહારના લોકોને ભાજપે ચૂંટણી જીતે તો કોરોનાની રસી મફત આપવાની લાલચ આપી છે.જેના પર વિવાદ વકરી રહ્યો છે. ભાજપના એક સમયના સાથીદાર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપના આ વાયદા પર નિશાન સાધ્યું છે. સામનાના લેખમાં કહેવાયું છે કે, ભાજપનો અસલી ઈરાદો શું છે, બે દિવસ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોનાની રસી આવતાની સાથે જ દેશના તમામ લોકોને રસી પહોંચાડવા માટે સરકાર પ્રયાસ કરશે અને એ પછી ભાજપ બિહારના લોકોને મફત રસી આપવાનું વચન આપે છે. તો શું બીજા રાજ્યો પાકિસ્તાનમાં છે, આ રાજયોના લોકોને રસી આપવા માટે રશિયાથી પુતિન આવવાના છે.

શિવસેનાએ બિહારમાં ચૂંટણી પ્રચારમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ભુલાઈ ગયુ છે તે વાત પર ટોણો મારતા કહ્યુ હતુ કે, રાજકીય સભાઓમાં જે રીતે ભીડ ઉમટી રહી છે તે જોતા એમ લાગે છે કે, કોરોના દબાઈને મરી જશે.ભાજપે લોકોના મનમાં કોરોનાનો ડર વધારીને મફત રસી મુકવાનુ વચન આપવાનો ઉદ્યોગ શરુ કર્યો છે.

શિવસેનાનું કહેવું છે કે, સત્તા મેળવવા માટે નૈતિકતાનો દાવો કરતી પાર્ટી કેટલી હદે નીચે જઈ શકે છે તેની ખબર પડી ગઈ છે.મફતમાં રસી માત્ર બિહારને કેમ, આખા દેશને કેમ નહી, આખા દેશમાં કોરોનાનું તાંડવ છે ત્યારે કોરોનાના નામે ચૂંટણીના મત મેળવવાનું રાજકારણ દુખદ છે. બિહારની ચૂંટણીમાં વિકાસ ગૂમ છે. જો કોરોનાની રસી શોધાઈ તો તેનો સૌથી પહેલો લાભ ભાજપ માટે બિહાર ચૂંટણીમાં મદતાન કરનારાને મળશે પણ જો ભાજપ સત્તા પર ના આવી તો ભાજપ બિહારના લોકોને મફત રસી નહી આપે, ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર નથી તો ત્યાંના લોકોનુ શું? રસી શોધાયા બાદ વિરોધી પાર્ટીના નેતાને કોરોના થયો તો કદાચ ભાજપ એવું કહેશે કે પહેલા પાર્ટી બદલો પછી તમને રસી મળશે.

READ ALSO

Related posts

અમદાવાદના બોપલમાં રહેતી પ્રાચી જિંદલનું નસીબ ખુલી ગયું, દિલ્હીમાં યોજાતી પરેડમાં રહેશે હાજર

Pravin Makwana

પાટણ/ HNGUમાં કારોબારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, 25મીએ મતદાન

Pravin Makwana

સુરત/ રામમંદિરના નામે ખોટી રીતે ફાળો ઉધરાવતા શખ્સની પોલીસે કરી ધરપકડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!