GSTV

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

એક તરફ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે. જેના કારણ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તો બીજી તરફ બિહાર ભાજપે મોટી કાર્યવાહિ કરી છે. બિહાર ભાજપે પોતાના બે વર્તમાન ધારાસભ્યો સહિત કુલ સાત નેતાને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસવાલે ભાજપના બે ધારાસભ્યો અજય કુમાર સિંહ અને આર એસ પાંડેયને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. અજય કુમાર સિંહ રક્સોલના ધારાસભ્ય છે તો આર એસ પાંડેય બગહાના ધારાસભ્ય છે.

ટિકિટ કપાવાના કારણે બગાવત કરી

આ બંને ધારાસભ્યોની ટિકિટ કપાવાના કારણે તેમણે બગાવત કરી છે અને તે જ સીટ ઉપરથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ સિવાય ભાજપે પાંચ અન્ય નેતાઓ સામે પણ કાર્યવાહી કરી છે અને તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ પાંચ લોકોમાં ચાર પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાસંદ છે. જેમાં વિશ્વમોહન કુમાર, વિજય ગુપ્તા, પ્રદીપ દાસ, વિભાસ ચંદ્ર ચૌધરી ને કિશોર કુમાર મુન્નાનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!