GSTV

કથળતી રાજનીતિ: ચૂંટણી નજીક આવતા નેતાઓની ભાષા કથળી, તેજસ્વી યાદવ પર નીતીશના સતત વ્યક્તિગત પ્રહાર

તેજસ્વી

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલો પ્રચાર વધારે ઉગ્ર બની ગયો છે. હવે એનડીએ અને મહાગઠબંધના નેતાઓ એક બીજા પર વ્યક્તિગત હુમલા કરવા માંડ્યા છે.

તેજસ્વી યાદવ પર નીતીશકુમારની ટિપ્પણી

બિહારમાં પહેલા તબક્કાના મતદાન આડે એક જ દિવસ બાકી છે ત્યારે સીએમ નિતિશ કુમારે આરજેડી નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, જે લોકો આઠ નવ બાળકો પેદા કરે છે તે શું વિકાસ કરવાના હતા.

તેજસ્વી યાદવે કર્યો વળતો પ્રહાર

જેના પર તેજસ્વી યાદવે વળતો જવાબ આપતા કહ્યું છે કે , નિતિશના નિવેદનથી પીએમ મોદી પર જ નિશાન સધાઈ રહ્યુ છે.કાણકે પીએમ મોદીના પણ 6 ભાઈ-બહેન છે. નિતિશે મારા માટે જે નિવેદન આપ્યુ છે તેનાથી મારી માતા અને બીજી મહિલાઓનુ પણ અપમાન થયુ છે. નિતિશ કુમાર આવા નિવેદન લોકોનુ ધ્યાન ભટકાવવા માટે આપી રહ્યા છે. તેઓ ગરીબી અને બેરોજગારી પર વાત નથી કરી રહ્યા.

નીતીશની વાતો આશીર્વાદ ગણું છું: તેજસ્વી

તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું, “હું પહેલા પણ કહેતો રહ્યો છું કે, નિતિશની વાતોને હું આશીર્વાદ ગણું છું. નિતિશજી શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે. એટલે મનમાં જે પણ આવે તે બોલે છે. આ વખતે બિહારે નક્કી કરી લીધુ છે કે, રોજગારી અને વિકાસના મુદ્દા પર જ ચૂંટણી યોજાશે.”

28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન

બિહારમાં પહેલા તબક્કાની 71 બેઠકો માટે 28 ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યુ છે.આ બેઠકો પર ચૂંટણી પ્રચાર સોમવારથી જ બંધ થઈ ચુક્યો છે પણ બીજી બેઠકો માટે પ્રચાર ચાલુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!