GSTV

બિહાર ઈલેક્શનઃ તેજસ્વીનો નીતિશ પર પલટવાર, અનુભવહીન છું તો કેમ પૂરી પાર્ટી મારી પાછળ લગાવવી પડી?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એકબીજા દોષારોપણનો તબક્કો તીવ્ર થઈ ગયો છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા તેજશ્વી યાદવ પર હુમલો કર્યો, તો હવે તેજસ્વીએ નીતિશ ઉપર પ્રહાર કર્યા છે. તેજસ્વીએ કહ્યું કે આ પાંચ ટર્મ દરમિયાન મારો અનુભવ પચાસ વર્ષનો થઈ ચૂક્યો છે.

નીતિશ કુમારે 1985 માં ચૂંટણી લડ્યા અને 1990 માં મંત્રી બન્યા

આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે સીએમ નીતિશ કુમારે 1985 માં ચૂંટણી લડ્યા અને 1990 માં મંત્રી બન્યા, તેમની પાસે વળી કેવો અનુભવ હતો?. જો મને અનુભવ ન હતો તો હું શા માટે ડેપ્યુટી સીએમ બન્યો. નાયબ મુખ્યમંત્રી તરીકેની મારી 18 મહિનાની મુદત વિશે દલીલ કરવાનો અમે પડકાર ફેંકીએ છીએ.

હું બિનઅનુભવી છું તો આખા દેશની તાકાત કેમ મારી પાછળ મૂકી

આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે જો હું બિનઅનુભવી છું તો આખા દેશની તાકાત કેમ મારી પાછળ મૂકી રાખી છે. ફક્ત એક નાના યુવાનને રોકવા માટે. તે જ સમયે, ચિરાગ પાસવાનના મહાગઠબંધનમાં જોડાવાના પ્રશ્ને તેજસ્વીએ કહ્યું કે તે એનડીએનો ભાગ છે અને ચિરાગ હજી પણ એનડીએ સાથે છે.

દરેકને પોતાના ઉપર વિશ્વાસ હોય તો એકલા જ મેદાનમાં ઉતરવું જોઈએ

તે જ સમયે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પ્રમુખ ચિરાગ પાસવાને પણ સીએમ નીતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું. ચિરાગે કહ્યું કે, જો મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના પર આટલો વિશ્વાસ છે, તો તેમણે એકલા જ ચૂંટણીના મેદાનમાં ઉતરવું જોઈએ. મેં ભાજપને એમ પણ કહ્યું હતું કે તેઓ એકલા મેદાનમાં ઉતરે. તેમની પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નામ છે. ચિરાગ પાસવાને કહ્યું કે, જો તમામ રાજકીય પક્ષોનો પોતાના પર વિશ્વાસ હોય, તો પછી દરેક પાર્ટી એકલા ઉતરી શકતા હતા. જેમ હું એકલો ઉતર્યો છું. મને મારા પાર વિશ્વાસ છે પિતા એમ પણ કહેતા કે તે સિંહનો બાળક છે, જંગલ ફાડીને નીકળી જશે.

READ ALSO

Related posts

બાળકોને કુસ્તી માટે નહોતી કોઈ જગ્યા, આ શખ્સે ખેતર ગીરવે રાખીને બનાવ્યો અખાડો

Karan

કેન્દ્રની આ યોજના હેઠળ લાઈફટાઈમ ફ્રી મળશે હોસ્પીટલ ખર્ચ, આ કર્મચારીઓને મળશે સુવિધા

Ankita Trada

તહેવારો ટાણે મોંઘો થયો રિલાયન્સ જિઓનો આ પોપ્યુલર પ્લાન, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

Karan
Do NOT follow this link or you will be banned from the site!