GSTV
Gujarat Government Advertisement

Bihar Election 2020 : જે ગામમાં PMએ કરી હતી Garib Kalyan Rojgar Abhiyanની શરૂઆત, ત્યાં આ યોજનાનો એક પણ લાભાર્થી નથી

Last Updated on October 17, 2020 by Mansi Patel

કોરોના વાયરસના પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં લાખો કરોડો લોકો બેરોજગાર થયા છે. અને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો મોટા મોટા શહેરોમાંથી પોતાના રાજ્યોમાં પલાયન થઈ ગયા છે. લોકો તેના ઘરની આસપાસ જ રોજગાર ઉપલબ્ધ કરાવવા કેન્દ્રની મોદી સરકારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામની યોજનાની શરૂઆત કરી હતી.

6 રાજ્યોમાં 116 જિલ્લાના પ્રવાસી મજૂરોને રોજગારી દેવાની વાત

આ અભિયાન હેઠળ સરકારે 6 રાજ્યોમાં 116 જિલ્લાના પ્રવાસી મજૂરોને રોજગારી દેવાની વાત કરી હતી. તે માટે સરકારે 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું. પરંતુ હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ખગડીયા જિલ્લાના તેલીહાર ગામમાંથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજનાની શરૂઆત કરી હતી તે ગામમાં આ યોજનાનો એકપણ લાભાર્થી નથી.

શું છે ગામના આગેવાનનું કહેવું

રિપોર્ટ પ્રમાણે યોજનાનો શુભારંભ બાદ જે લોકોને કામ મળ્યું હતું તેણે માત્ર એક જ મહીનો કામ કર્યું કારણ કે તે બાદ ત્યાં પુર આવ્યું હતું અને પ્રવાસી મજૂરો પણ અન્ય રાજ્યોમાં પરત ફર્યાં હતાં. ગામના આગેવાનનું કહેવું છે કે, લોકડાઉન દરમયાન 467 મજૂરો પરત આવ્યાં હતા. તેમાંથી 120ને મનરેગા હેઠળ કામ મળ્યું હતું. પરંતુ તે કામ જ્યારે પુર આવ્યું ત્યારે રોકાઈ ગયું અને મજૂરો પોતાના કામ ઉપર અન્ય રાજ્યોમાં પરત ચાલ્યા ગયા. આગેવાનનું જાણવું છે કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ તેણે કોઈ દિશા નિર્દેશ મળ્યા નથી કે મજૂરોને આ યોજનાનો લાભ કેવી રીતે આપી શકાય ?

Gujarat Government Advertisement

Related posts

ખુલાસો / દેશમાં ફેલાયેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે હાલની વેક્સિન કેટલી અસરકારક, જાણો ICMRએ શું કહ્યું?

Dhruv Brahmbhatt

સાચવજો/ ત્રીજી લહેરનો ખતરો વધ્યો : 11 રાજ્યોમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસો, ગુજરાતમાં પણ મારી એન્ટ્રી

Pritesh Mehta

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!