GSTV

બિહારમાં ભાજપના પાણી ઓસર્યા/ તેજસ્વીની રેલીઓમાં ભરચક ભીડ, ભાજપની સભામાં ઉડ્યા કાગડા, શું કહે છે આ તસ્વીરો !

વર્ચુઅલ રેલીઓ કરીને કંટાળેલા નેતાઓ હવે છડેચોક આવ્યા છે. બિહારમાં હવે ચૂંટણી સભાઓ ગાજવાની શરૂઆત થઈ ગઈ છે. બિહારના મુંગેર જિલ્લામાં બે વિધાનસભા આવે છે, જ્યાં અલગ અલગ પાર્ટીઓની રેલી આયોજીત કરવામાં આવી હતી. તારાપુર વિધાનસભામાં આરજેડી ઉમેદવાર દિવ્યા પ્રકાશ માટે તેજસ્વી યાદવે રેલી યોજી હતી, જ્યારે મુંગેર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રણવ યાદવ માટે ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ અને સાંસદ લલન સિંહે રેલી આયોજીત કરી સંબોધન કર્યુ હતું.

મુંગેર શહેરથી થોડા અંતરે આયોજીત આ રેલીઓમાં ભાજપ અને જેડીયુના કદાવર નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે, આ રેલીમાં પહેલા જેવી રોનક નથી રહી. રેલીમાં આશા રાખેલી તેવી ભીડ જોવા નથી મળતી. બાળકો અને વૃદ્ધો સાથે ગણતરી કરીએ તો પણ 1 હજારથી વધારે લોકો થતા નથી. પાછળ તો ખુરશી ખાલી જ પડી રહે છે. કેટલાય ખુરશીઓને તો ખોલવાની પણ જરૂર નહોતી પડી. ત્યારે આ ભીડ કેમ આવતી નથી, એતો નેતાજી જ બતાવી શકે. પણ ત્યાં જે લોકો હાજર હતા, તેનાથી તો એવુ જ લાગે છે ભીડ એકઠી નહીં થવાનું કારણ કોરોના તો નથી જ. તો બીજુ શું કારણ હોય શકે.

બાળકોને પહેરાવ્યા મોદી માસ્ક

રેલીઓમાં ખુરશી ખાલી ન રહે તે માટે બાળકોને પણ મોદી માસ્ક પહેરાવી દીધા હતા અને તેમને ખુરશીઓ પર બેસાડી દીધા હતા. જો કે, આટલુ બધુ હોવા છતાં કોઈને પણ કોરોનાનો જરા પણ ખતરો હતો નહીં. સ્ટેજ પર સાંસદો પણ હતા, પણ કોઈને ધોમધખતા તાપમાં બેઠેલા બાળકો પર નજર જતી નહોતી, બાળકોને તો એ પણ ખબર નહોતી કે તેઓ અહીં શું કામ આવ્યા છે.

છત પર ચડી ગયા હતા લોકો

તેજસ્વી યાદવના સમર્થકો તેને સાઁભળવા માટે મેદાનની આસપાસ આવેલા ઘરોની છતો પર ચડીને બેઠા હતા. તેજસ્વી યાદવની રાહ જોવા માટે કલાકો સુધી તડકામાં ઉભા રહીને પણ પોતાના નેતાને સાંભળવા માટે તરસી રહ્યા હતા. તેજસવી સમય કરતા 2 કલાક મોડા આવ્યા હતા. અહીં પહોંચ્યા બાદ લગભગ 10 મીનિટ સુધી ભાષણ આપ્યુ હતું. સાથે જ રોજગાર અને નોકરીને લઈને નીતિશ કુમાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

શું કહે છે આ તસ્વીરો

બંને રેલીઓમાં અલગ અલગ તસ્વીરો જોવા મળે છે. સ્થાનિક લોકોની વાતો તો જાણવા મળે છે કે, મુંગેર વિધાનસભા સીટ પર હાલ તો કાંટાની ટક્કર લાગી રહી છે. તારાપુર વિધાનસભામાં તેજસ્વીની સભામાં ભીડ જોઈને લોકોનું કહેવુ છે કે, તેના પર ન જાવ અહીં જાતિગત સમીકરણો છેલ્લે છેલ્લે કામ કરી જાય છે. વર્ષોથી આ સીટ પર જેડીયુંનો કબ્જો છે. ત્યારે હવે આગામી દિવસોમાં શુ થાય છે એ તો 10 નવેમ્બરે જ ખબર પડશે.

READ ALSO

Related posts

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada

IPL/અત્યંત કંગાળ દેખાવ સાથે પ્લે ઓફની રેસમાંથી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ આઉટ

Bansari

IPL 2020: એક સિઝનમાં ચેન્નાઈની ટીમ સાત મેચ હારી, ધોનીનો શરમજનક રેકોર્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!