GSTV

સુશાંત કેસ: બિહાર ડીજીપીનું નિવેદન, “જેને આરોપી બનાવવામાં આવ્યા છે તે જ ભાગતા ફરે તો દાળમાં ચોક્કસ કંઈક કાળું”

Last Updated on August 2, 2020 by pratik shah

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે જ્યારથી બિહાર પોલીસમાં ફરિયાદ લખાવી છે ત્યારથી જ બિહાર પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે. જોકે, સમાચાર એવા છે કે મુંબઈ પોલીસ બિહાર પોલીસ સાથે યોગ્ય વર્તન કે મદદ કરી રહી નથી. ઉપરાંત, બિહાર પોલીસની તપાસ કેટલે પહોંચી તેના પર પણ સવાલો ઉઠી રાયા છે.

સુશાંત

કેવી રીતે થઇ રહી છે સુશાંત કેસમાં તપાસ

બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા સાંજે તેમની ટીમની ત્યાંના ડીએસપી સાથે ઘણી સારી ચર્ચા થઇ. આરોપી પક્ષના લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. અમને આશા છે કે દિવસે અમને તક મળી તે જ દિવસે અમે સત્ય સામે લાવી દઈશું.

પરિવાર કરી શકે છે CBI તપાસની માંગ

સુશાંત સિંહ રાજપૂતના ઘટનાક્રમ એક રહસ્ય બની ગયું છે અમારો સંકલ્પ છે કે અમે સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવીને જ રહીશું. બિહાર પોલીસ તપાસ કરવા માટે સક્ષમ છે. પરંતુ, જો સુશાંતના પરિવારને લાગે છે કે બિહાર પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તો તેઓ CBI તપાસની માંગ કરી શકે છે. અમે સરકાર સમક્ષ તેમની અરજી પહોંચાડી દઈશું.

ALSO READ: બિહાર ડીજીપીની ચેતવણી: પુરાવા મળવા દો પછી રિયાને જમીન ખોદીને શોધી કાઢીશું!

અમે સત્ય બહાર લાવીને જ રહીશું: બિહાર ડીજીપી

ડીજીપી એ આગળ જણાવ્યું છે કે અમારી તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ નથી મળી. તો સાથે જ જે આરોપી છે તે પણ ભાગતા ફરી રહ્યા છે. એટલે એવું લાગી રહયું છે લે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. સુશાંતની મોત સરળ નથી. અમે સરળતાથી આ કેસને જવા નહિ દઈએ. આ મામલે ભલે ગમ્મે તેટલા લોકો સંડોવાયેલા હોય તે તમામને જેલના સળિયા પાછળ મોકલીને જ રહીશું.સત્ય બહાર લાવીને જ રહીશું.

MUST READ:

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!