બિહારમાં સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને પોલીસ વહીવટી તંત્ર કડક થઇ રહ્યું છે. હવે કોઈ પણ સાંસદ, ધારાસભ્યો અથવા અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની આપત્તીજનક ટિપ્પણી કરવામાં આવશે તો તેના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બિહાર પોલીસના આથી અપરાધ એકમના એડીજીએ આ મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે માહિતી મળી રહી છે કે સોશિયલ મીડિયા/ઇન્ટરનેટ દ્વારા સરકાર, મંત્રીઓ, સાંસદોમ ધારાસભ્યો અને સરકારી પદાધિકારીઓને લઈને અપમાનજનક અથવા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ કાયદાવિરૂદ્ધ છે અને સાઇબર ક્રાઇમની શ્રેણીમાં આવે છે. પાત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે આવા કિસ્સાઓ ધ્યાને આવે તો આર્થિક અપરાધ એકમ બિહાર પટનાને વિસ્તૃત માહિતી સાથે માહિતગાર કરવામાં આવે. જેથી આ પ્રકારના કિસ્સાઓમાં તપાસ કરીને દોષિયો સામે અસરકારક કાર્યવાહી કરી શકાય.

જોકે, એડીજીનો પાત્ર સામે આવતાની સાથે જ તેના પર રાજનીતિ શરૂ થઇ ગઈ છે. આરજેડીએ સરકાર પર સોશિયલ મીડિયાથી દરવાનો આરોપ લગાવ્યો છે. આરજેડી પ્રવક્તા શક્તિ યાદવે આરોપ લગાવ્યો છે કે સરકાર જાહેરાતો દ્વારા પોતાનો એજન્ડા ચલાવી રહી છે અને વાસ્તવિક સમાચારને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર સોશિયલ મીડિયા પર સમાચારોને નથી રોકી શકતી એટલે તેના પર અંકુશ લગાવવા માટે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. નીતીશ કુમારનું માનસિક સંતુલન ખરાબ થઇ ગયું છે.

તો જેડીયુએ આ પગલાંનું સ્વાગત કર્યું છે. જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું છે કે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યું છે. અભદ્ર ભાષા અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમારી સરકારે આને રોકવા માટે પગલાં ભર્યા છે. જેની સરાહના થવી જોઈએ.
ભાજપે આ મુદ્દે આર્થિક ગુનાઓના એકમ પાસે સ્પષ્ટીકરણ આપવાની સલાહ આપી છે. પ્રવક્તા નિખિલ આનંદે જણાવ્યું છે કે રાજનૈતિક કારણોથી એકબીજાનું ચરિત્ર હનન કરીને શોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપે તમામ માટે સોશિયલ મીડિયા પર એક કાયદો-કાનૂન બનાવવાની માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 13 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- નગર પાલિકા રિઝલ્ટ/ આપે ખોલાવ્યું ખાતુ, ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક