દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. સારવારના અભાવે અનેક લોકોના જીવ ગયા છે, પરંતુ સંસાધનો ધૂળ ખાઈ રહ્યા છે. આવો જ નજારો દરભંગામાં જોવા મળ્યો. અહીં, PM Cares ફંડ માંથી મળેલ 25 વેન્ટિલેટર્સ હજુ સુધી શરૂ નથી થઇ શક્યા જયારે વેન્ટિલેટરના અભાવે અનેક લોકોના જીવ ગયા છે.

જાણવા મળી રહ્યું છે કે કોરોના મહામારી સામે લડવા માટે લગભગ 9 મહિના પહેલા ડીએમ સીએચને PM Cares ફંડના માધ્યમથી આઇસીયુ સેટઅપની સાથે 25 વેન્ટિલેટર મળ્યા હતા. પરંતુ તેનો ઉપયોગ આજદિન સુધી શરૂ નથી થઇ શક્યો. લોકો પૂછી રહ્યા છે કે આખરે આ વેન્ટિલેટર્સને કેમ શરૂ નથી કરવામાં આવ્યા.

સીએમસીએચના અધિક્ષક ડૉ. મણિ ભૂષણ શર્માનું કહેવું છે કે હોસ્પિટલમાં તમામ આઇસીયુ સેટઅપ અને વેન્ટિલેટરનો ઉપયોગ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. પરંતુ વારંવાર ડ્રાય રનમાં ફેઈલ થવાને કારણે આઇસીયુ અને વેન્ટિલેટર્સનો ઉપયોગ શરૂ નથી થઇ શક્યો.
ડીએમસીએચના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. મણિ ભૂષણ શર્માએ કહ્યું છે કે દરભંગામાં કોરોના હોસ્પિટલ નર્સિંગ કોલેજને બનાવવામાં આવી છે. એટલે અહીં વાયરિંગનો સંપૂર્ણ સેટઅપ લગાવામાં આવ્યું છે નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યું છે. અમે લોકો વેન્ટિલેટરને ચાલુ કરવા માટે ડ્રાય રન પણ કર્યું પર્નાતું ફેઈલ ગયું છે. આજકાલમાં પણ ગમ્મે ત્યારે અમે આ વેન્ટિલેટર્સ શરૂ કરી દઈશું.
મણિ ભૂષણ શર્માએ જણાવ્યું કે અમે ડ્રાય રનમાં અસફળ થયા છે એટલે કોઈ પણ દર્દીને અહીં લાવવા જોખમી થઇ શકે છે તેને કારણે દર્દીઓના મોત પણ થઇ શકે છે. અમે લોકો સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયા બાદ જ દર્દીઓને અહીં લાવવામાં આવશે. અમારી પાસે 25 વેન્ટિલેટર્સ છે જે ઉપયોગ માટે તૈયાર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે
- રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો