GSTV

દેશમાં Corona વાયરસથી બચવા માટે સતત મથામણ વચ્ચે બિહારના આ દ્રશ્યો ઘણાં જ ભયાનક

corona

કોરોનાના (Corona)સંકટને પગલે સંક્રમિત ક્ષેત્રોને લોકડાઉન કરાયું છે. તો 31 માર્ચ સુધી રેલ સેવા બંધ કરવામાં આવી છે. ત્યારે મહાનગરોમાં રોજગારી મેળવતા લોકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યાં છે. બિહારના પટનામાં મોટી સંખ્યામાં લોકો બસ સ્ટેન્ડ ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાના વતન તરફ દોટ મૂકી હતી.

corona

જો કે કોરોનાના સંકટને પગલે મોટા ભાગે દરેક વિસ્તારમાં કલમ 144 લગાડવામાં આવી છે. તો બીજી તરફ વડાપ્રધાને પણ લોકોને ટ્રાવેલ ન કરવા અને જ્યાં નોકરી કરો છો તે ગામમાં જ રહેવાની અપીલ કરી છે. જો કે આ સલાહને અવગણીને લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જઈ રહ્યાં છે.

corona

જ્યારે દેશમાં વાયરસથી બચવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આવી સ્થિતિમાં બિહારના આ દ્રશ્યો ઘણાં જ ભયાનક છે. આ દ્રશ્યો નીતિશ કુમારની નીતિને લઈને પણ સવાલ ઊભા કરી રહ્યાં છે કે નીતિશ સરકાર અને બિહાર પોલીસ તેના પર કાર્યવાહી કેમ નથી કરી રહ્યાં. નીતિશ કુમારની સરકાર બસ સ્ટેન્ડ બંધ કેમ નથી કરાવી રહ્યાં.

Read Also

Related posts

Coronaનો ફફડાટ: વાળને વાયરસથી બચાવવા અહીંનાં 75 પોલીસકર્મીઓએ કરાવી લીધું મુંડન

Bansari

કોરોના યુદ્ધમાં ડૉક્ટરની ખામીને ભરવા, આ દેશના વડાપ્રધાન ખુદ કરશે દર્દીઓની સારવાર

Ankita Trada

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!