GSTV

બિહાર રાજકારણ / RJD સુપ્રીમો લાલુ પ્રસાદ નીતિશ કુમારની કરાવી શકે છે હત્યા, મુખ્યમંત્રીનું મોટું નિવેદન

Last Updated on October 26, 2021 by GSTV Web Desk

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર પ્રહાર કરતા જણાવ્યું કે લાલુ તેમને ગોળી મરાવી શકે છે. તેમણે જણાવ્યું કે લાલુ બીજું કંઈ કરી શકે તેમ નથી પરંતુ તેઓ ચોક્કસ તેમને ગોળી મરાવી શકે છે. પેટાચૂંટણીનો પ્રચાર પૂરો કરીને મંગળવારે સાંજે પટના પરત ફર્યા ત્યારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

નીતીશ કુમારનું નિવેદન લાલુના એ નિવેદન બાદ આવ્યું છે, જેમાં લાલુએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ નીતિશ કુમારનું વિસર્જન કરવા માટે દિલ્હીથી પટના આવ્યા છે. લાલુએ જણાવ્યું હતું કે બિહારમાં યોજાનારી પેટાચૂંટણી માટે તેમના પુત્ર તેજસ્વી યાદવે પહેલાથી જ સરકાર પર નજર રાખી છે અને જે બચ્યું છે તેનું વિસર્જન કરવા તેઓ દિલ્હીથી પટના આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે ગોળીની ભલે નીતિશે મજાકિયા અંદાજમાં કહી હોય પરંતુ પેટાચૂંટણી પહેલા નીતીશનું આ નિવેદન ઘણું મહત્વનું છે. આ નિવેદન દ્વારા નીતીશ કુમાર જનતાને સંદેશ આપવા માંગે છે કે તેઓ તેમના માટે કામ કરી રહ્યા છે, પરંતુ લાલુ જેમના શાસનને જંગલરાજ કહેવામાં આવે છે, તે તેમને મારી શકે છે. આ નિવેદન આપી નીતિશ કુમારે પેટાચૂંટણી પહેલા બાજી પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે.

Read Also

Related posts

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

નિયોકોવનો પ્રચંડ પ્રહાર/ તમામ કોરોના વેક્સિન તેના પર અસરવિહીન, કોઈપણ પ્રકારની ઈમ્યુનિટીને આપી દેશે થાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!