GSTV
Home » News » અમિત શાહને કારણે પ્રશાંત કિશોર છે બિહારના કદાવર નેતા, નીતિશ કુમારે ખોલી મોટી પોલ

અમિત શાહને કારણે પ્રશાંત કિશોર છે બિહારના કદાવર નેતા, નીતિશ કુમારે ખોલી મોટી પોલ

બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી તેમણે પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આમ આ નેતાની કારકીર્દી બનાવવામાં ભાજપનો મોટો હાથ છે. મોદીને પીએમ બનાવવા માટે પ્રશાંત કિશોરની ટીમે ભારે મહેનત કરી હતી. પ્રશાંત કિશોર મોદી સાથે ગુજરાતથી જોડાયેલા છે. મોદી પીએમ બનતાં તેઓ પણ દિલ્હી આવ્યા હતા. જેઓએ કોંગ્રેસ માટે પણ કામગીરી કરી છે. આખરે જેડીયું સાથે મળતાં તેઓ હાલમાં કદાવર નેતા છે. જે માટે અમિત શાહનો આભાર માનવાની જરૂર છે.

નીતિશ કુમારે આ કાર્યક્રમમાં ઉત્તરાધિકારી વિશેનાં સવાલનાં જવાબ આપતા જણાવ્યું કે, આ અંગે હવે જનતાનો નિર્ણય માન્ય રાખવામાં આવશે. પ્રશાંત કિશોરની નિમણૂંક ભાજપના બે દિગ્ગજ નેતાઓના સૂચનથી કરવામાં આવી છે. પ્રશાંત કિશોરને ઉપાધ્યક્ષ બનાવવાનાં નિર્ણયમાં તેમનાં સિવાય અન્ય ઘણા લોકો પણ સામેલ હતા.

અમિત શાહે મને બે વખત ફોન કરીને કિશોરને JDUમાં સામેલ કરવા માટે કહ્યું હતું

પ્રશાંત કિશોરે ગત વર્ષે સપ્ટેમ્બરમાં JDUમાં જો઼ડાયા હતા અને થોડા સમય પછી તેમણે પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા હતા. નીતિશે કહ્યું કે, 2015ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને કામ કર્યુ હતુ. ત્યારબાદ તેઓ થોડા સમય માટે વ્યસ્ત હતા. પરંતુ અમિત શાહે મને બે વખત ફોન કરીને કિશોરને JDUમાં સામેલ કરવા માટે કહ્યું હતું. પ્રશાંત કિશોરને સમાજનાં તમામ યુવા પ્રતિભાઓને રાજનિતી તરફ આકર્ષિત કરવાનું કામ સોંપવામાં આવ્યુ છે. કારણ કે હવે રાજનિતીક પરિવારોમાં ન જન્મેલા લોકો રાજનિતીથી દુર થઈ રહ્યા છે.

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!