GSTV
Gujarat Government Advertisement

પ્રશાંત કિશોર મામલે નીતિશ કુમારનો મોટો ખુલાસો : અમિત શાહની ભલામણ હતી, તેમને જવું હોય તો જાય

કોરોના

Last Updated on January 28, 2020 by Karan

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર મામલે સૌથી મોટુ નિવેદન આપ્યું છે. મંગળવારે નીતિશ કુમારે ખુલાસો કર્યો હતો કે, અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જેડીયુમાં સામેલ કરાયા હતા. પત્રકારો સાથે વાતચીતમાં નીતિશે પ્રશાંત કિશોરનું નામ બોલ્યા વિના જણાવ્યું છે કે, પાર્ટીમાં કોઈ પત્ર લખે તો હું જવાબ આપું જ છું પણ કોઈ ટવીટ કરે છે તો ટ્વીટ કરવા દો. એમાં અમારે શું લેવાદેવા. પાર્ટીમાં કોઈપણ ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી એ ઇચ્છે છે. તેમને એમ લાગે કે તો તેઓ જઈ પણ શકે છે.

તમારે મારા જવાબની રાહ જોવી પડશે

નીતિશ કુમારના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે નીતિશજી કહી ચુક્યા છે. તમારે મારા જવાબની રાહ જોવી પડશે. આ વાતનો જવાબ હું બિહાર આવીને આપીશ. આ પહેલા નીતિશકુમારે પીકેના તાજેતરના ટ્વિટ પર કહ્યું હતુ કે કોઇ ટ્વિટ કરી રહ્યું છે તો તેમના ટ્વિટથી અમારે શું મતલબ. જ્યાં સુઘી ઇચ્છા હશે ત્યાં સુધી રહેશે. નહીં ઇચ્છા હોય તો જતા રહેશે. નીતિશે કહ્યું હતુ કે અમારી પાર્ટી અલગ પ્રકારની પાર્ટી છે. અમે સાધારણ લોકો છીએ. આ કોઇ મોટા લોકોની પાર્ટી નથી પરંતુ અમે બધાનું સન્માન કરીએ છીએ.

હાલમાં શાહ અને પ્રશાંત કિશોર વચ્ચે નથી મનમેળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આપ અને ભાજપના નેતાઓ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ એક લડાઈ ચાણક્ય વિરૂદ્ધ ચાણક્યની પણ ચાલી રહી છે. ચૂંટણીમાં આપના રણનીતિકાર પ્રશાંત કિશોરે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જવાબ આપ્યો છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી લખ્યું કે જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ.

જેડીયૂ નેતા અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરી વધુમાં લખ્યું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઈવીએમ બટન તો પ્રેમથી જ દબાશે. જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ કે જેથી ભાઈચારો અને સોહાર્દ ખતરામાં ન પડે. આ સાથે જ તેઓએ ચાર મુદ્દાઓ અંગે પણ ટ્વીટ કર્યુ જેમાં તેઓએ જસ્ટિસ, લિબર્ટી, ઈક્વિટી અને ફ્રેટરનિટી લખ્યું છે.

દિલ્હીના બાબરપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ઈવીએમનું બટન ગુસ્સા સાથે દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહિન બાગમાં લાગે.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!