બિહારમાં નીતીશ કુમારની સરકારમાં મંત્રાલયોની વહેંચણી પણ થઈ ગઈ છે. ગઈકાલે 14 મંત્રીઓએ શપથ લીધા હતા. એ પછી આજે તેમના વિભાગોની ફાળવણી કરાઈ છે.

આ વિભાગો રાખ્યા પોતાને હસ્તક
મુખ્યમંત્રી નિતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે જ રાખ્યો છે. વિજિલન્સ વિભાગને પણ તેમણે પોતાને હસ્તક રાખ્યો છે. જયારે ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદને નાણા ખાતું, કોમર્શિયલ ટેક્સ, પર્યાવરણ, શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ડેપ્યુટી સીએમ રેણુ દેવીને પંચાયતી રાજ, પછાત વર્ગના ઉત્થાન તેમજ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે.


આ ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
જેડીયુમાંથી પાંચ ધારાસભ્યોને અને ભાજપમાંથી સાત ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે. જ્યારે વીઆઈપી પાર્ટી અને હમ પાર્ટીમાંથી એક એક વ્યક્તિને મંત્રાલય આપવામાં આવ્યું છે. નિતિશ કુમાર ભલે સીએમ હોય પણ આ વખતે મંત્રાલયોની વહેંચણી અને મંત્રીપદમાં ભાજપનું મહત્વ પણ વધ્યું છે. ભાજપ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જોકે મુખ્યમંત્રી તરીકે નિતિશ કુમારની જ વરણી કરવામાં આવી છે.

જેડીયુના ધારાસભ્યોને અપાયા આ વિભાગ
જદયુના વરિષ્ઠ નેતા વિજય ચૌધરીને ગ્રામીણ વિકાસની સાથે પ્રસારણ મંત્રાલય અને સંસદિય કાર્ય મંત્રાલયનો પ્રભાર અપાયો છે. જેડીયુના નેતા વિજેન્દ્ર યાદવને ઉર્જા અને ખાધ્ય ઉપભોક્તા મંત્રાલય ફળવાયું છે. મેવાલાલ ચોધરીને બિહારની શિક્ષણમંત્રી બનાવાયા છે. શિલા કુમારીને પરિવહન વિભાગ મળ્યો છે. જેડીયુના અશોક ચૌધરીને ભવન નિર્માણ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ મળ્યો છે.

નીતીશના મંત્રીમંડળમાં ભાજપનો દબદબો
પૂર્વે સીએમ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમનને લધુ સિંચાઈ ઉપરાંત એસસી અને એસટી કલ્યાણ વિભાગની જવાબદારી અપાઈ છે. જ્યારે એક સમયના સાથીદાર મુકેશ સાહનીને પશુપાલન અને મત્સ્ય વિભાગની જવાદારી મળી છે. બીજેપીના નેતા મંગલ પાંડેને ફરી આરોગ્યમંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. આ સિવાય તેમની પાસે કલા અને સંસ્કૃતિ મંત્રાલય પણ પાસે રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….