GSTV
Home » News » નીતિશ કુમારે આ મુદ્દે ફરી મોદી સરકાર સામે બાંયો ચડાવી, કહ્યું- અન્ય રાજ્યો કરતા અમારી આવક ઓછી

નીતિશ કુમારે આ મુદ્દે ફરી મોદી સરકાર સામે બાંયો ચડાવી, કહ્યું- અન્ય રાજ્યો કરતા અમારી આવક ઓછી

બિહારના સીએમ નીતિશ કુમારે ફરીવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી છે. નીતિશ કુમારે વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો. નીતિશ કુમારે એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, બિહારની રેવન્યુ અન્ય રાજ્ય કરતા ઓછી છે. જેથી જેડીયુ બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માગ કરી રહ્યા છે. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારે પાસે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહી છે.

વધુમાં નીતિશ કુમારે જણાંવ્યું કે, બિહારમાં ગરીબી રેખા હેઠળ જીવતા હોય કે તેની ઉપર તમામ લોકો માટે મુખ્યમંત્રી વૃદ્ધ પેન્શન યોજના અને રાષ્ટ્રીય સરેરાશ સુધી પહોંચવા માટે અમે બિહારને સ્પેશ્યલ સ્ટેટ્સનો દરજ્જો આપવાની માગણી કરીએ છીએ. જો કે નીતિશ કુમાર બોલ્યા હતાં કે,આર્થિક આધારે રાજ્ય સરકાર પાસે એટલી તાકાત છે. જેથી તે લોકોની સહાયતી કરી રહી છે. તેથી બિહારમાં વૃદ્ધ પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે માટે દર વર્ષે અઢારસો કરોડ રૂપિયાનું વ્યાજ થશે. વર્તમાનમાં આ યોજના હેઠળ એક લાખ કરતા વધુ લોકોને પેન્શન સહાય કરવામાં આવે છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!