GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બિહારમાં બાળકોના મોત અંગે સવાલ પૂછાતાં નીતિશનો પિત્તો ગયો, પત્રકારો પર થઈ ગયા લાલઘૂમ

બિહારમાં બાળકોના મોતને લઇને મુખ્યપ્રધાન નીતિશકુમાર અને વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 135થી વધુ બાળકો મોતને ભેટી ચૂક્યા છે. તેમ છતાં સરકાર જાણે કે સંવેદનશીલ જણાતી નથી. આવા સંજોગોમાં મુખ્યપ્રધાન નીતિશકુમાર બાળકોના મોતના સવાલોના જવાબ આપવાને બદલે મીડિયા પર જ ભડકી ઉઠ્યા હતા.

જેમાં કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવતી વખતે નીતિશકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ દરમ્યાન પત્રકારોએ બાળકોના મોત મામલે નીતિશકુમારને સવાલ કરતા તેઓ ભડકી ઉઠ્યા. પત્રકારો પર નારાજગી દર્શાવી રહેલા નીતિશકુમારનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં નીતિશકુમાર પત્રકારોને ધમકાવતા હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. નીતિશકુમાર તોછડાઇપૂર્વક પત્રકારોને તેમના સ્થાન પરથી હટી જવાનું જણાવી રહ્યા છે.

Related posts

રાજીવ ગાંધી ફાઉન્ડેશન : ચીન નહીં દેશની ટોપની તમામ કંપનીઓએ આપ્યું છે ડોનેશન

Mansi Patel

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

Pravin Makwana

EDએ યસબેન્કના ફાઉન્ડર, DHFLના પ્રમોટર્સની 2200 કરોડની મિલકત કરી જપ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!