GSTV
Gujarat Government Advertisement

Big News: એક બાદ એક લૉક થઇ રહ્યાં છે રાજ્યો,કોરોનાનો વ્યાપ વધતા હવે આ રાજ્યએ કર્યુ 15મે સુધી લૉકડાઉનનું એલાન

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

બિહારમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે 15મે સુધી લોકડાઉન લાગુ કરવાનું લાન કર્યુ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે લોકડાઉનનું એલાન કરતાં કહ્યું કે કેબિનેટના પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું, કાલે સહયોગી મંત્રીગણ તતા પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15મે, 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, તેની વિસ્તૃત માર્ગદર્શિકા તથા અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ આપદા પ્રબંધન સમૂહ (Crisis management Group) ને કાર્યવાહી કરવાના હેતુ નિર્દેશ આપવામાં આવ્યા છે.

બિહારમાં કોરોના બેકાબૂ

નોંધપાત્ર વાત એ છે કે બિહારમાં કોરોનની ગતિ બેકાબૂ થઈ ગઈ છે. આ સાથે હોસ્પિટલોમાં પથારી અને ઓક્સિજનના અભાવના ઘણા કેસો નોંધાયા છે. બિહાર સરકાર પર કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે લોકડાઉન લાદવાનું દબાણ વધી રહ્યું હતં. પટણા હાઈકોર્ટે પણ સરકારને પૂછ્યું હતું કે તેઓ લોકડાઉન લાદશે અથવા અમારે નિર્ણય લેવો જોઈએ.

કોરોના

સોમવારે, કોરોના પીડિતોની સારવારના સંદર્ભમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે, પટના હાઈકોર્ટે એડવોકેટ જનરલને 4 મેના રોજ રાજ્ય સરકાર અને રાજ્ય સાથે વાત કરવા કહ્યું કે, રાજ્યને લોકડાઉનનો સામનો કરવો પડશે કે નહીં? હાઇ કોર્ટે કહ્યું કે જો 4 મેના રોજ કોઈ નિર્ણય નહીં આવે તો અમે કડક નિર્ણય લઈ શકીએ છીએ.

દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડને પાર, સૌથી વધારે મૃત્યુવાળો ભારત ત્રીજો દેશ બન્યો

કોરોના વાયરની બીજી લહેર અત્યારે આખા દેશમાં હાહાકાર માવી રહી છે. તેવામાં ભારતમાં સતત સાતમાં દિવસે એક દિવસની અંદર સાડા ત્રણ લાખ કરતા પણ વધારે નવા કોરોના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,57,229 નવા કેસ સામે આવ્યા છે. તો આટલા સમયમાં જ 3449 લોકના કોરોનાને કારણે જીવ ગયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 3,20,289 લોકો સાજા પણ થયા છે.

કોરોના

ગત 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સાથે દેશમાં કોરોના કેસોનો કુલ આંક 2 કરોડને પાર પહોંચી ગયો છે. તો અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક બે લાખને વટી ગયો છે. જેની સાથે ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો છે, જ્યાં કોરોનાના કારણ સૌથી વધારે મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોનાના નવા 3.68 લાખે કેસ નોંધાયા હતા. અત્યારે સ્થિતિ એવી છે કે દુનિયાભરમાં દરરોજ કોરોના વાયરસના જે નવા કેસ નોંધાય છે, તેમાંથી 40 ચકા કેસ માત્ર ભારતમાં સામે આવે છે.

કોરોના વેક્સિનની વાત કરીએ તો ત્રણ મે સુધીમાં દેશમાં કુલ 15 કરોડ 89 લાખ કરતા પણ વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તો દેશમાં અત્યાર સુધીમાં કુલ 29 કરોડ 33 લાખ કરતા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઇ કાલે દેશમાં 16.63 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. જેનો પોઝિટિવ રેટ 21 ટકાથી વધારે છે.

કોરોના

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કોરોના કેસ – 2,02,82,833

કુલ ડિસ્ચાર્જ – 1,66,13,292

કુલ એક્ટિવ કેસ – 34,47,133

કુલ મોત- 2,22,408

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!