રામનવમી દરમ્યાન બિહારના સંખ્યાબંધ ભાગોમાં કોમી હિંસા ભડકી ઉઠી હતી, રાજ્યના હાલાતને જોઈને ગૃહમંત્રી અમિત શાહે બિહારના ગવર્નર રાજેન્દ્ર અર્લેકર સાથે સમગ્ર મામલે વાતચીત કરી હતી. તેમણે ગવર્નર સાથે કાયદો અને વ્યવસ્થા મામલે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 10 પેરામિલિટ્રીની કંપનીઓને બિહાર મોકલવામાં આવી છે. રામનવમી દરમ્યાન બિહારના સંખ્યાબંધ વિસ્તારોમાં ભયાનક હિંસા ભડકી ઉઠી હતી.

કેટલીક કંપનીઓ બિહારના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી
ગૃહમંત્રીએ જણાવ્યું કે કેટલીક કંપનીઓ બિહારના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, અને કેટલીક કંપનીઓ આજે બિહાર પહોંચી જશે. અમિતશાહ આ મામલે ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે પેરામિલિટ્રી ફોર્સને મુકાવાનું મુખ્ય કારણ રાજ્યના પોલીસદળને સહયોગ કરવા માટે અને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે છે. પેરામિલિટ્રીની જે 10 કંપનીઓને બિહારમાં મોકલવામાં આવી છે તેમાં CRPF, SSB અને ITBPના જવાનો શામેલ છે.
શરીફમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં એક શખ્સનું મોત
શરીફમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં એક શખ્સનું મોત નિપજ્યું છે, ગત રાત્રીએ પહાડપુર ક્ષેત્રમાં ફાયરીંગ થયું હતું જેમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. પોલીસે મોતની પુષ્ટી કરી હતી. શનિવાર સાંજે થયેલી હિંસા પછી 12 રાઉન્ડ ગોળીબાર થયો હતો. બિહાર હિંસામાં અત્યાર સુધી કુલ 106 લોકોની ધરપકડ થઈ ગઈ છે, જેમાં બિહાર શરીફમાંથી 80 અને સાસારામથી 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો