GSTV

ભાજપના સભ્યો જોતા રહી ગયા અને તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસે NPR લટકાવી દીધું

આ વર્ષના અંતમાં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં દરરોજ નવા નવા રાજકીય સમીકરણો ઊભા થઈ રહ્યા છે. મંગળવારના રોજ બિહાર વિધાનસભામાં સર્વસંમ્મતિ સાથે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે કે, NPR 2010ની પ્રશ્નાવલીના આધારે જ રાજ્યમાં તે લાગૂ થાય. નવી જોગવાઈમાં ફક્ત ટ્રાન્સજેન્ડરનો જ સમાવેશ વાળો ડ્રાફ્ટ જ સામેલ કરવામાં આવે. સાથે જ બિહાર વિધાનસભામાં એવો પણ પ્રસ્તાવ પાસ કરાયો છે કે, બિહારમાં NRC લાગૂ નહીં થાય. આ પ્રથમ રાજ્ય બન્યું છે કે, જ્યાં ભાજપ સત્તામાં ભાગીદાર હોવા છતાં પણ આ બિલનો વિરોધ કર્યો છે.

આ બધુ તો ઠીક, પણ સૌથી રોચક વાત એ છે કે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે NPRના મુદ્દે કાર્યસ્થગિત પ્રસ્તાવ લાવવાનો અનુરોધ કર્યો, જેને વિધાનસભા અધ્યક્ષે મંજૂરી આપી હતી. સાથે જ બે કલાકની ચર્ચા કરવાની પણ જાહેરાત કરી હતી. જો કે, વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પોતાના ભાષણ દરમિયાન તૈયારીમાં ખામી જણાતી હતી. એક વાર તો ભાજપના સભ્યો અને રાજદના સભ્યોમાં હાથાપાઈ થઈ ગઈ હતી.

બિહારમાં કોઈની પણ ઉપેક્ષા કરવામાં નહીં આવે: નીતિશ કુમાર

આ સમગ્ર મામલે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારના સમય આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવો યોગ્ય નથી. કેમ કે, આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં છે. આ બધી વાતને તેમણે બિંદુવાર સમજાવ્યો હતો. તેમણે આ બાબતે કહ્યું હતું કે, અમારી સરકારે ગત અઠવાડીયે જ NPR-2010 લાગૂ કરવાની વાત કહી છે. નીતિશ કુમારે નવા NPRમાં અમુક મુદ્દાઓને લઈ વાંધો ઉઠાવ્યો છે. કેમ કે, ભવિષ્યમાં પણ જો NRC થશે તો, અમુક લોકોને તેનાથી મુશ્કેલી આવશે. બિહારમાં અમે સાથે મળીને ચાલીશું, કોઈની પણ ઉપેક્ષા કરવામાં નહીં આવે.

તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની મુલાકાતમાં બાજી પલટાઈ

તેમ છતાં પણ નીતિશ કુમારના ભાષણ બાદ પણ એ વાત પર સંશય રહ્યો હતો કે, આ પ્રસ્તાવ વિધાનસભામાં પાસ કેમનો થયો ? મુખ્યમંત્રીના આ પ્રકારની ચર્ચા બાદ ભોજન સુધી સદન સ્થગિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નીતિશ કુમારની ચેમ્બરમાં તેજસ્વી યાદવ અને તેમના સાથીઓ મળવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રસ્તાવ લંચ બાદ સદનમાં પાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાર બાદ જેવું સદન શરૂ થયું કે, વિધાનસભામાં આ મુદ્દે બિલને પાસ કરાયું, જો કે, આ સમયે ભાજપના અનેક સભ્યોએ વિરોધ કરતા નારાજ જણાયા હતા.

READ ALSO

Related posts

કોરોના: સાઉદી અરબના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું

pratik shah

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

આ દંપત્તિની ઝિંદગી એ હદે નર્ક સમાન બની ગઈ છે કે તેમણે હવે મૃતદેહો ગણવાનું જ છોડી દીધું છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!