GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી: 71 બેઠકો પર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 52% થી વધુ મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી મહાસંગ્રામનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 71 બેઠકો પર મતદાન થયું. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. કેટલાંક સ્થળો પર ઈવીએમ અને વીવીપેટ મશીનો ખરાબ થયાના સમાચાર આવ્યા હતા. પરંતુ, બાદમાં ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું અને ઝડપથી મતદાન થયું હતું. છેલ્લે મળતી માહિતી મુજબ 5 વાગ્યા સુધીમાં કુલ 52.24 % મતદાન થયું હતું.

બિહાર વિધાનસભા ચૂંટણી

પ્રથમ તબક્કા માટે કુલ 106 ઉમેદવારો મેદાનમાં

કોરોના સંકટ વચ્ચે મતદાન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પીએમ મોદી, તેજસ્વી યાદવ અને મુખ્યમંત્રી નીતીશકુમારે લોકોને સાવધાની રાખીને મતદાન કરવાની અપીલ કરી હતી. પહેલા તબક્કા માટે કુલ 1066 ઉમેદવારો મેદાનમાં છે અને કલ 2.14 કરોડથી વધુ મતદારો તેમનું ભાવિ નક્કી કરશે.

પ્રથમ તબક્કાના મતદાનની મહત્વની ટાઈમલાઈન

05.50 PM: બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 50% થી વધુ મતદાન થઇ ચૂક્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અત્યારસુધીમાં કુલ 52.24% મતદાન નોંધાયું છે.

03.45 PM: બિહારમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.29% મતદાન નોંધાયું હતું. બક્સરમાં 51.40 % મતદાન નોંધાયું હતું. જયારે પટનામાં 45.77% મતદાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan

દેવદિવાળી પર્વે કાશીના 84 ઘાટ પર 15 લાખ દિવડાઓનો થશે ઝગમગાટ, વારાણસી પહોંચેલા પીએમ મોદી રાજઘાટ પર પહેલો દિવો પ્રગટાવશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!