GSTV

Bihar Election : પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, નક્સલ પ્રભાવિત ઔરંગાબાદમાંથી IED બોમ્બ મળ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં પહેલા ચરણ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. પહેલા ચરણમાં 16 જિલ્લાની 71 વિધાનસભાની સીટો પર વોટીંગ શરૂ થયું છે. સવારથી જ પોલીંગ બુથ પર મતદારોની લાંબી લાઈનો દેખાઈ રહી છે. પહેલા ચરણમાં તેમાં 2.14 કરોડથી વધારે મતદાતા 1066 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.

ઔરંગાબાદમાંથી IED બોમ્બ મળી આવ્યાં

બિહારના ઔરંગાબાદમાંથી બુધવારે CRPFને IED બોમ્બ મળી આવ્યાં છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં વોટીંગ થવાની છે. તે પહેલા નક્સલી સંગઠનોએ ચૂંટણી બહિષ્કારનું આહવાન કર્યું હતું. અહીંયા પુલ નીચેથી બે બોમ્બ લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ CRPFએ તેને ડિફ્યુઝ કરી દીધો છે.

પહેલા ચરણ સાથે જોડાયેલી મહત્વની વાતો

  • કુલ મતદારોની સંખ્યા 2,14,84,787
  • કુલ ઉમેદવાર 1066

કોણ કેટલી સીટ ઉપર લડી રહ્યું છે

  • RJD 42
  • LJP 41
  • RLSP 40
  • JDU 35
  • BJP 29
  • કોંગ્રેસ 21
  • NCP 21

Related posts

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!