GSTV

બિહાર ચૂંટણી: જુમઇમાં EVM ખોટકાયા, BJPના ઇશારે ગરબડ થઇ રહી હોવાનો RJD ઉમેદવારનો આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણીના મહાસંગ્રામની પહેલી પરીક્ષા ચાલી રહી છે. પહેલા ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલીંગ બૂથો પર લોકોની લાંબી લાઇનો લાગી છે. કેટલીક જગ્યાએ શરૂઆતમાં જ ઇવીએમ અને વીવીપેટ મશીનો ખોટકાયાની ખબર સામે આવી. પરંતુ ફરીથી વોટિંગે રફતાર પકડી. સવારે 11 વાગ્યા સુધી 16.96 ટકા મતદાન થઇ ચુક્યુ છે.


કોરોના સંકટ કાળમાં મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી, તેજસ્વી યાદવ, નીતિશ કુમારે લોકોને સાવચેતી સાથે મતદાન કરવાની અપીલ કરી છે. પહેલા ચરણ માટે કુલ 1066 ઉમેદવાર મેદાનમાં છે અને 2.14 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરી ચુક્યા છે.

જમુઇથી રાજદ ઉમેદવાર વિજય પ્રકાશે આરોપ લગાવ્યો કે આશરે 55 બૂથ પર ઇવીએમ કામ નથી કરી રહ્યાં, ઇવીએમ બદલવામાં પણ આવ્યા છે તેમ છતાં ઇવીએમ ખોટકાઇ રહ્યાં છે. તેવામાં અહીં ચૂંટણી રદ થવી જોઇએ. રાજદે ઇવીએમમાં ગરબડ માટે કેન્દ્ર અને બીજેપીને જવાબદાર ઠેરવ્યા છે.

ઔરંગાબાદમાંથી IED બોમ્બ મળી આવ્યાં

બિહારના ઔરંગાબાદમાંથી બુધવારે CRPFને IED બોમ્બ મળી આવ્યાં છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં વોટીંગ થવાની છે. તે પહેલા નક્સલી સંગઠનોએ ચૂંટણી બહિષ્કારનું આહવાન કર્યું હતું. અહીંયા પુલ નીચેથી બે બોમ્બ લગાવવામાં આવ્યાં હતાં. પરંતુ CRPFએ તેને ડિફ્યુઝ કરી દીધો છે.

પહેલા ચરણ સાથે જોડાયેલી મહત્વની વાતો

  • કુલ મતદારોની સંખ્યા 2,14,84,787
  • કુલ ઉમેદવાર 1066

કોણ કેટલી સીટ ઉપર લડી રહ્યું છે

  • RJD 42
  • LJP 41
  • RLSP 40
  • JDU 35
  • BJP 29
  • કોંગ્રેસ 21
  • NCP 21

Related posts

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!