GSTV

રાજકારણ/ પાસવાનને કેબિનેટમાંથી પડતા મૂકવા નીતિશનું અલ્ટિમેટમ, મોદી અને શાહનો આ છે ઈરાદો

બિહારમાં નીતિશ કુમારને નેતૃત્વને સ્વીકારવાનો ઈન્કાર કરીને અલગ થયેલી એલજેપીને મોદી સરકારમાંથી દૂર કરવા માટે નીતિશ કુમારે ભાજપને અલ્ટિમેટમ આપી દીધું છે. નીતિશે  બિહાર વિધાનસભાના પહેલા તબક્કાના મતદાન પહેલાં આ નિર્ણય લેવા કહ્યું છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, નીતિશે ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બિહારમાં એલજેપી જેડીયુની સામે પડી હોવા છતાં ભાજપ તેને સરકારમાં રાખે એ નહીં ચાલે. જો કે બિહાર ભાજપમાં આ મુદ્દે મતભેદો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ ડો. સંજય જયસ્વાલ અને સુશીલ કુમાર મોદી સહિતના નેતા એલજેપી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાના મતના છે. જયસ્વાલે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પણ છે કે, નીતિશના નેતૃત્વને સ્વીકારશે એ જ એનડીએમાં રહેશે.

ગિરિરિજસિંહ, અશ્વિની ચૌબે સહિતના નેતાઓ એલજેપી સાથે સંબંધો ચાલુ રાખવાના મતના છે. ભાજપ હાઈકમાન્ડ પણ એલજેપી સારો દેખાવ કરે તો તેની સાથે મળીને સરકાર રચી શકાય એ શક્યતાના કારણે અવઢવમાં છે. નીતિશનું દબાણ ખાળીને સમય પસાર કરવાનો તેમનો ઈરાદો છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!