GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Coronavirusનાં ભયની વચ્ચે બિહારમાં બર્ડ ફ્લૂએ આપી દસ્તક, પટણામાં સેંકડો મુર્ગીઓની કત્લેઆમ

બિહારમાં, બર્ડ ફ્લૂએ પણ કોરોના વાયરસના ભય વચ્ચે દસ્તક આપી છે. પશુપાલન નિયામકનાં પશુ આરોગ્ય અને ઉત્પાદન સંસ્થા તરફથી મોકલાયેલાં મરેલી મુર્ગીનાં નમૂનામાં બર્ડફ્લૂની પુષ્ટિ થયા બાદ સંબંધિત ક્ષેત્રનાં એક કિલોમીટરમાં મરઘાઓને મારવાની કામગીરી શરૂ કરી કરવામાં આવી હતી.

જેમાં પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેપગ્રસ્ત મરઘાઓને શોધીને તેને મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય 10 કિ.મી.ના ત્રિજ્યામાં મરઘાં અને પોલ્ટ્રી ફાર્મને સ્વચ્છ કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, થોડા દિવસો પહેલાં કંકડબાગનાં અશોકનગર રોડ-14નાં નજીકનાં પોલ્ટ્રી ફાર્મ અને નાલંદાનાં કતરીસરાય સૈદપુર પોલ્ટ્રી ફાર્મમાં મરેલા મરઘાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી હતી.

શુક્રવારે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં પટના અને તેની આસપાસનાં વિસ્તારોમાં કાગડાઓ મરી રહ્યા છે. અહીં 100થી વધુ કાગડાઓનાં મોત થયા હતા. કંકડબાગમાં એક મૃત કાગડાની તપાસમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી.

READ ALSO

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળા અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!