GSTV

કામના સમાચાર/ ગુજરાતમાં ધોરણ 9થી 12ની આ તારીખથી રેગ્યુલર થઈ જશે શાળાઓ, સરકારે કર્યો પરિપત્ર

સ્કૂલો

ગુજરાતમાં દિવસને દિવસે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાના નવા કેસ પણ નોંધાઈ નથી રહ્યા ત્યારે સરકાર ધો.૧૦-૧૨ અને ધો.૯-૧૧ પછી હવે પ્રાથમિક સ્કૂલો પણ રેગ્યુલર કરવા તૈયારી કરી રહી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલો ૯મીથી પૂર્ણ સમય માટે ચલાવવા પરિપત્ર કર્યો છે. આ ઉપરાંત હવે દરેક સ્કૂલોમાં ૧૦૦ ટકા શિક્ષકોને બોલાવવાના રહેશે એટલે કે ૧૦૦ ટકા હાજરી રાખવાની રહેશે.

દરેક સ્કૂલોમાં ૧૦૦ ટકા શિક્ષકોને બોલાવવાના રહેશે એટલે કે ૧૦૦ ટકા હાજરી રાખવાની રહેશે

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ ડીપીઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર કરીને સૂચના આપવામા આવી છે કે ૯મી ફેબ્રુઆરીથી તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવાનો રહેશે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથણિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની હાજરી ૧૦૦ ટકા રાખવાની રહેશે. શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોએ શાળામાં હાજર રહી સ્કૂલ એક્રિડિએશન, શેરી શિક્ષણનુ મૂલ્યાંકન, એકમ કસોટી ચકાસણી કરી તેની ડેટા એન્ટ્રી જેવી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં શાળામાં બોલાવવાના નથી. તમામ ડીપીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષકો અને સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરને આ બાબતે સૂચનાઓ આપવાની રહેશે. જે કક્ષાએ શિક્ષકો-મુખ્ય શિક્ષકોને સૂચના આપવાની રહેશે.

સરકારે અગાઉ સ્પષ્ટ કરી દીધુ છે કે ધો.૧થી૮ અને ૯-૧૧માં માસ પ્રમોશન આપવામા આવનાર નથી ત્યારે ફેબ્રુઆરી અંત કે માર્ચમાં ધો.૬થી ૮ શરૃ કરવામાં આવી શકે છે. જેથી વાર્ષિક પરીક્ષા પહેલા બાળકો થોડું ભણી શકે. કોરોનાને લઈને સ્કૂલો બંધ હોવાથી અગાઉ રાજ્યમાં આચાર્યોને જરૃર હોય તેટલા જ શિક્ષકોને બોલાવવા છુટ અપાઈ હતી અને સ્કૂલોનો સમય માત્ર સવારનો કરવામા આવ્યો હતો. પરંતુ હવે ૯મીથી તમામ પ્રાથમિક સ્કૂલો પૂર્ણ સમય માટે જે પાળીમાં ચાલતી હોય તે જ રીતે એકથી બે પાળીમાં ચાલશે અને ફરજીયાત તમામ શિક્ષકોને બોલાવવાના રહેશે.

મહત્વનું છે કે કોરોનાને લીધે ૧૬ માર્ચ ૨૦૨૦થી રાજ્યમાં સ્કૂલો બંધ છે ત્યારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે શિક્ષણને તબક્કાવાર અનલોક કરવાના આયોજન અંતર્ગત ૧૧મી જાન્યુઆરીથી સૌપ્રથમ રાજ્યમાં ધો.૧૦-૧૨ની સ્કૂલો અને યુજી છેલ્લા વર્ષની તેમજ પીજીની તમામ વર્ષની કોલેજો રેગ્યુલર કરી ક્લાસરૃમ શિક્ષણ શરૃ કર્યુ છે.

ત્યારબાદ બીજા તબક્કામાં ૧લી ફેબ્રુઆરીથી ધો.૯ અને ૧૧ની સ્કૂલો પણ રેગ્યુલર શરૃ કરી છે. ઉપરાંત પ્રથમ વર્ષની કોલેજો પણ શરૃ કરી દેવાઈ છે અને હોસ્ટેલમાં પણ વિદ્યાર્થી સંખ્યા વધારી દેવાઈ છે. આમ શિક્ષણમાં હવે ન્યુ નોર્મલ થઈ ગયુ છે ત્યારે આગળના તબક્કામાં સરકાર ધો.૬થી૮ની સ્કૂલોમાં ફિઝિકલ એજ્યુકેશન સાથે રેગ્યુલર વર્ગો શરૃ કરે તેવી તૈયારી છે.

READ ALSO

Related posts

બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

Pritesh Mehta

અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ

Pritesh Mehta

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!