GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વિદેશી મુદ્રા ભંડોળ પર પણ Coronaની અસર, 2008 બાદ સૌથી મોટો કડાકો

corona

કોરોના (Corona) વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરની ઈકોનોમી ખાડે ગઈ છે. આ વાયરસે ભારતીય વિદેશ મુદ્દા ભંડોળને પ્રભાવિત કરી છે. રિઝર્વ બેન્કના તાજા આંકડા અનુસાર 20 માર્ચના સમાપ્ત સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં 11.98 અરબ ડોલરનો ભારે કડાકો થયો છે અને હવે તે 469.909 અરબ ડોલર થઈ ગઈ છે.

આ વર્ષ 2008ના બાદનો સૌથી મોટો કડાકો છે. ત્યાં જ છેલ્લા છ મહિનામાં પહેલી વખત છે જ્યારે વિદેશી મુદ્રા ભંડોળમાં કમી આવી છે. આ પહેલા 20 સપ્ટેમ્બર 2019એ વિદેશી મુદ્રા ભંડારમાં કડાકો થયો હતો. ત્યારે તે 38.8 કરોડ ડોલર ઘટીને 428.58 અરબ ડોલર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે ગયા 6 માર્ચે દેશનું વિદેશીમુદ્રા ભંડોળ 5.69 અરબ ડોલર વધીને 487.23 અરબ ડોલરના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.

શું છે કારણ?

હકીકતે ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને લઈને અનિશ્ચિતતાઓની વચ્ચે વિદેશી રોકાણકારોનો ભરોશો ઓછો થઈ ગયો છે એવામાં પૈસાની નિકાસના આંકડા વધી ગયા છે. આ કારણે 23 માર્ચે રૂપિયો 76.15 રૂપિયા પ્રતિ ડોલરના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. જોકે કોરોના વાયરસના વિવિધ પ્રભાવોને ઓછા કરવા માટે સરકારની તરફથી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. એવામાં શુક્રનારે ડોલરના મુકાબલે રૂપિયો 27 પૈસાની મજબૂતીની સાથે 74.89 પ્રતિ ડોલર પર બંધ થયો.

વિદેશી મુદ્રા ઓછી થવાથી શું થશે?

આનું સૌથી મોટુ નુકસાન દેશની ઈકોનોમીને થશે. હકીકતે વિદેશી મુદ્રા ભંડોળ કોઈ પણ દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા રાખી મુકવામાં આવેલી રકમ અથવા અન્ય અસેટ્સ હોય છે જેથી જરૂર પડવા પર તે પોતાના દેવાદારોને ચુકવણી કરી શકે. આ ભંડોળ એક અથવા એકથી વધુ મુદ્રાઓમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે ભંડોળ ડોલર અથવા યુરોમાં રાખવામાં આવે છે. જણાવી દઈએ કે આરબીઆઈ અઠવાડિયાના આધારે આ આંકડાઓ રજૂ કરે છે.

Read Also

Related posts

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!