નોટબંધી સમયે પ્રધાનમંત્રીએ પણ એક અફવા ઉડાવી હતી, જાણો છો કઇ ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેસ્ટાઇલમાં નોટબંધીના દિવસે મિત્રો… બોલ્યું હતું તે બીજા બધા દિવસો કરતા અલગહતું. આજે પણ એ દિવસ યાદ કરતા ઘણાના પરસેવા છુટી જાય છે. જોક્સ બની રહ્યા હતા કેચંદ્ર પરથી ચીનની દિવાલ કરતા પણ કોઇ વસ્તુ સાફ દેખાતી હોય તો તે નોટ બદલવાની લાઇનછે. જ્યાં પણ જાઓ નોટ બદલવા લોકો કતારમાં ઉભા હોય. નોટબંધીના કારણે કેટલીક હસવાલાયક તો કેટલીક હૈયુ હચમચાવી દે તેવી ઘટનાઓ પણ સામે આવી. જેમાં અફવાઓએ આખા ભારતદેશને બાનમાં લીધું હતું. આજે નોટબંધીના સમયે ફેલાયેલી અફવાઓ પર ધ્યાન લગાવીએજેમાં એક ખૂદ પ્રધાનમંત્રીએ ફેલાવેલી છે.

નોટમાં ચીપ છે સેટેલાઇટથી પકડાઇ જશે

નોટમાં જીપીએસ ડિવાઇસ હશે જે સેટેલાઇટ સાથે જોડાયેલી હશે.જ્યારે ઇચ્છો ત્યારે આ નોટોને ટ્રેક કરી શકાશે. જમીનથી 120 મીટર અંદર પણ તેનેટ્રેક કરી શકાશે. કોઇ જગ્યાએ વધારે પૈસા મળ્યા તો ઇન્કમટેકસ વિભાગ ત્યાં જઇને તેને ટ્રેક કરી શકાશે. એવું લાગતું હતું કે આ નોટ નહીં રોકેટ છે, પણ અરૂણ જેટલીએ સાફ કહી દીધું કે નોટમાં એવી કોઇ ચીપ નથી જેથી અફવા ફેલાતી બંધ થઇ ગઇ. આમ પણ નોટ એટલીપાતળી હતી કે તેમાં ચીપ હોઇ જ ન શકે.

મીઠું પૂરૂ થઇ જશે

નોટબંધીના સમયે એ અફવા ઉડેલી કે દેશમાં મીઠું ઓછું થઇ ગયું છે. જેના કારણે ભારત દેશમાં એકસાથે બે લાઇનો જોવા મળેલી. એક નોટબંધીની અને બીજી મીઠાની થેલી લેવા માટેની. લોકો 10-20 રૂપિયાની મીઠાની થેલી 100-200માં લેતા હતા. કારણ કે મીઠું ખાલી થઇ જવાનું હોવાની અફવા હતી. બાદમાં આ પણ ઉડતું તીર જ નીકળ્યું જે બધાએ પકડી લીધું હતું.

સિક્કાબંધી

નોટબંધી બાદ અફવાઓ તો એવી રીતેઉડી રહી હતી જ્યારે દેશ દુનિયાના તમામ નાણાં બંધ થઇ જવાના હોય. એ વચ્ચે એ અફવા પણઉડી કે 50 અને 100ની નોટ પણ બંધ થઇ જશે. આ સાંભળી સંગ્રહખોરોને ચોથો અટેક આવી ગયો. જે પછી 5 અને 10ના સિક્કા બંધ થવાની ખબરો પણ ઉડી જોકે એવું કંઇ થયું નહીં. 

ઘરેણાબંધી

આ સાથે જ વધુ એક અફવા ઉડી કેસરકાર બેંક લોકર અને ચાંદી, સોનાના ઘરેણા પણ જપ્ત કરશે. માતા અને બહેનો પર આ એકપ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક હતી. જેના પર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ટ્વીટ કરીજણાવેલું કે આ માત્ર અફવા છે. વિશ્વાસ ન કરો.

બેંકબંધી

મંદિર બની ગઇ હતી બેંક, એકદમમંદિર. લોકોએ 50 દિવસ સુધી બેંકની પૂજાકરી. આ સમયે અફવા ઉડી કે બેંકના કર્મચારીઓનો વર્કલોડ વધી ગયો છે, જેથી હડતાળ પર ઉતરશે.પાછળથી વિત્ત મંત્રાલયે કહેવું પડ્યું કે આ માત્ર એક અફવા છે તમે 50 દિવસમાં બસ નાણાં બદલી નાખો.

આ તો નકલી નોટ છે

ખબર પડી કે બેંક 2000 રૂપિયાનીનકલી નોટો આપી રહી છે. આ અફવા ત્યારે ઉડી જ્યારે કેટલીક નોટો પાણીમાં પડતા તેણેરંગ છોડી દીધો. લોકોએ માનવાનું શરૂ કરી દીધું કે જે નોટનો કલર ઉડી જાય માની લેવુંતે નકલી છે. જેને ચેક કરવાનો શોખ હતો તે નોટને સ્નાન કરાવતા હતા. બન્યું એવું કેનવી 2000ની નોટો બાથરૂમમાંથી થઇ આવવા લાગી. તાત્કાલિક આર્થિક મામલાઓના મંત્રીએપ્રેસ કોન્ફરન્સ બોલાવી. બતાવ્યું કે એ નોટો પણ અસલી છે.

પાણીમાંથી નોટો મળે છે

પહેલા તો પવિત્ર સ્થળો પર માત્રસિક્કાઓ મળતા હતા, પણ નોટબંધી થતા પાણીમાંથી પૈસાના થોકડા ને થોકડા મળવા લાગ્યા. આસાંભળી લોકો નદીમાં પણ શોધખોળ કરવા લાગેલા.

એક મોટી અફવા 

સૌથી મોટી અફવા 8 નવેમ્બર 2016માંપ્રધાનમંત્રીએ ખૂદ ઉડાવી હતી. કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. ગ્રોથરેટ 1-2 ટકા વધવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પણ તે ઉતરીને 5.7સુધી આવી ગયો. કહ્યું હતું કે નકલી નોટ ખત્મ થઇ જશે. જોકે નકલી નોટ આજે પણ પકડાઇ છે. હવે તો અસલી નોટ કરતા લોકો નકલી નોટ પર વધારે વિશ્વાસ મુકે છે. કહ્યું હતું કે કાળાધનનો નાશ થશે, પણ 99ટકા નોટ બેંકમાં પાછા ફરી ગયા, તો કાળુંધન છે શું ? કાળુંધન રાખનારા જેલ જશે. આજે જેલ પણ એ દિવસની રાહ જોઇરહ્યું છે. આતંકવાદ ખત્મ થઇ જશે, પણ હજુ ચાલુ છે. જે પ્રધાનમંત્રીએ નોટબંધીથી થનારા ફાયદા ગણાવ્યા હતા, પણ આજે ક્યાંય દેખાઇ છે ?

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter