GSTV
Home » News » સૌથી વધારે પૈસા છે આ પક્ષ પાસે, ભાજપ સૌથી છેલ્લા નંબરે

સૌથી વધારે પૈસા છે આ પક્ષ પાસે, ભાજપ સૌથી છેલ્લા નંબરે

bjp bank balance

લોકસભાની ચૂંટણીના વાતાવરણમાં પ્રગટ થયેલી સત્તાવાર માહિતી મુજબ સૌથી વધુ પૈસા માયાવતીના બસપા પક્ષ પાસે છે. ખુદ બસપાએ 25 મી ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ એની પાસે 669 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. બીજા ક્રમે મુલાયમ સિંઘ યાદવનો પક્ષ સપા 471 કરોડની બેંક બેલેન્સ સાથે આવે છે.

કોઇને એમ લાગે કે કેન્દ્રમાં ભાજપનું શાસન છે એટલે ભાજપ પાસે વધુ બેંક બેલેન્સ હોવી જોઇએ. પરંતુ એવું નથી. આ યાદીમાં ત્રીજા ક્રમે કોંગ્રેસ પક્ષ છે જેણે ચૂંટણી પંચને જણાવ્યા મુજબ એની પાસે 196 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. ચંદ્રા બાબુ નાયડુના તેલુગુ દેશમ પક્ષની કુલ બેંક બેલેન્સ 107 કરોડ રૂપિયાની છે જ્યારે છેક છેલ્લા ક્રમે આવતા ભાજપની બેંક બેલેન્સ ફક્ત 82 કરોડ રૂપિયા હતી.

આ બેંક બેલેન્સ 2018ના ડિસેંબરની 13મી તારીખ સુધીની હતી. ત્યારપછીના આંકડા હજુ જાહેર થયા નથી. રસપ્રદ વાત એ છે કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે મુલાયમ સિંઘ યાદવના પક્ષની બેંક બેલેન્સ સાવ કંગાળ હતી. અત્યારે બીજા બધા પક્ષો કરતાં વધુ બેંક બેલેન્સ ધરાવે છે એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં આ્ પક્ષે 2019ની સંસદીય ચૂંટણી માટે સારી એવી સંપત્તિ ભેગી કરી હતી.

READ ALSO

Related posts

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva

ગાંધીજીની 150મી જન્મ જયંતની નિમિતે 800 કિમી સાયકલ યાત્રાનું આયોજન કરાયું

Nilesh Jethva

સીક્રેટ વીડિયો આવ્યો બહાર, ચીનમાં આંખો પર પટ્ટી બાંધી મુસ્લિમો સાથે થઈ રહ્યો છે જુલ્મ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!