GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મોદી સરકારનું અર્થતંત્ર વેન્ટિલેટર પર: હજુ ભયાનક ખરાબ સમય આવશે, વાંચો આ રિપોર્ટ

નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસદર માત્ર 3.1 ટકા રહ્યો છે. NSOની રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ વૃદ્ધિદરને ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એના પરથી સ્પષ્ટ છે કે, કોરોનાના કારણે અર્થતંત્ર માટે હજુ વધારે ખરાબ સમય આવવાનો બાકી છે. દેશનું અર્થતંત્ર છેલ્લાં સાતથી આઠ ત્રિમાસિક ગાળાથી સુસ્ત છે અને કોરોનાની સમસ્યાથી એને મરણતોલ ફટકો પડ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં વૃદ્ધિદર ઘટીને 3.1 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 5.7 ટકા હતો તો ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.7 ટકા હતો. કેટલાંક અર્થશાસ્ત્રીઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે
.

આગામી ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદરમાં વધુ ઘટાડો થશે

નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (NSO)ના રિપોર્ટમાં એક વાત સ્પષ્ટ છે કે, આગામી ત્રિમાસિક ગાળો અર્થતંત્ર માટે વધુ ખરાબ છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામા કોરોનાની અસર નહીંવત કે આંશિક હતી. દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એટલે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂનના ગાળામાં એપ્રિલ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહ્યું છે. એટલે આ પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદરમાં વધારે ઘટાડો થશે.

2008-09 પછી સૌથી નીચો વૃદ્ધિદર

હાલ દેશનું અર્થતંત્ર વર્ષ 2008-09ના વૈશ્વિક ધિરાણ સંકટ પછીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ ગાળામાં વિકાસદરમાં ઘટાડાનો હજુ વધારે ખરાબ સમય જોવાનો બાકી છે. આ માટે લોકડાઉન જવાબદાર છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી અર્થતંત્ર પર માઠી અસર થઈ છે, પણ આ અસર કેટલી હદે થઈ છે એની ખબર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પડશે.

જીડીપીમાં 5 ટકા ઘટાડાનું અનુમાન

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ એસએન્ડપી ગ્લોબલ અને ફિચ રેટિંગ્સ ઉપરાંત કેટલાંક અર્થશાસ્ત્રીઓએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લાં ચાર દાયકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે. નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં પાંચ ટકાનો રેકોર્ડ ઘટાડો જોવા મળશે.

એક વર્ષ સુધી આર્થિક કામગીરીને અસર થશે

એસએન્ડપીએ જણાવ્યું છે કે, દેશમાં આગામી એક વર્ષ સુધી આર્થિક કામગીરીઓને અસર થશે. કોવિડ-19ની અસરમાંથી અર્થતંત્રને ઉગારવા માટે સરકારે 20.9 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. લોકડાઉનને સૌથી વધુ અસર સેવા ક્ષેત્રને થઈ છે.

READ ALSO

Related posts

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!