GSTV
Home » News » આ છે વિરાન અને ભયાવહ શહેર, જે એક ડરનાં કારણે રાતો રાત થઈ ગયું હતું ખાલી,

આ છે વિરાન અને ભયાવહ શહેર, જે એક ડરનાં કારણે રાતો રાત થઈ ગયું હતું ખાલી,

વિશ્વમાં એવા ઘણા રહસ્યો છે, જેના વિશે દરેકને ખબર નથી હોતી. ત્યારે આવું જ એક રહસ્ય છે સાયપ્રસનું વરોશા શહેર, જ્યાં એક સમયે અહિયાં માનવ વસ્તી વસવાટ કરતી હતી.

પરંતુ હવે આ શહેર નિર્જન છે. વરોશા શહેર વિશ્વના સૌથી મોટા ઘોસ્ટ ટાઉન (ભૂત ટાઉન) તરીકે પણ ઓળખાય છે. અહીં ઉંચી ઇમારતો છે, પરંતુ અહીં કોઈ રહેતું નથી. શહેરમાં હોટલો, રહેણાંક મકાનોથી માંડીને બાર અને રેસ્ટોરન્ટ્સ સુધીનું બધું જ હવે ખંડેરમાં ફેરવાની તૈયારી પર છે.

ફામગસ્તા પ્રાંતના વરોશામાં નાના વિસ્તારને બાદ કરતાં, અહીંના મોટાભાગના દરિયાકિનારા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ફેન્સીંગમાં કેદ કરાયેલા, શહેરમાં પ્રવેશવાની વાત તો દૂર છે, જો કોઈ બહારથી કોઈ ફોટો લેવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે છે.

મીડિયા અહેવાલો અનુસાર, 45 વર્ષ પહેલાં આ શહેરની વસ્તી 40,000 ની આસપાસ હતી, પરંતુ 1974 માં, એક ડરને કારણે આખું શહેર રાતોરાત ખાલી થયું હતું. આ શહેરને અડીને આવેલા બાકીના શહેરો દિવસ-રાત રોનક રહે છે, પરંતુ આ શહેર સંપૂર્ણ નિર્જન છે.

ઉલ્લેખનીય છે કે સાયપ્રસ પર ટર્કિશ સૈન્ય દ્વારા જુલાઇ 1974 માં ગ્રીસ રાષ્ટ્રવાદીઓની બળવાના વિરોધમાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નરસંહારનાં ડરના કારણે અહીં રહેતા લોકોના ડરને કારણે એક જ રાતમાં આખું શહેર ખાલી થયું હતું. અહિનાં રહેવાસીઓ આસ પાસનાં શહેરમાં આશ્રય લીધો હતો.

તુર્કીના આક્રમણને કારણે સાયપ્રસ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. જેમાં ગ્રીક સાયપ્રસ અને ટર્કિશ સાયપ્રસ નામના છે. વરોશા શહેર હાલમાં તુર્કી સૈન્યના કબજા હેઠળ છે. અહીં ફક્ત ટર્કીશ પેટ્રોલિંગ ટીમ જ આવી શકે છે. આ સિવાય અહીં કોઈને પણ આવવાની છૂટ નથી.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!