GSTV
Home » News » BIGG BOSSના ઘરના આ સભ્યથી પરેશાન થઇને સલમાને છોડ્યું સ્ટેજ

BIGG BOSSના ઘરના આ સભ્યથી પરેશાન થઇને સલમાને છોડ્યું સ્ટેજ

સલમાન ખાન પાછલી 8 સિઝન્સથી ‘બિગબોસ’ હોસ્ટ કરી રહ્યાં છે અને સલમાન જ ઘરના સભ્યોને સંભાળી શકે એ વાત કોઇ નકારી ન શકે. વારંવાર ઘરના સભ્યોની હરકતોના કારણે ઘરના સભ્યોને ક્યારેક પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી સમજાવતા સલમાન ખાન આજના એપિસોડમાં એટલાં ગુસ્સે ભરાયા કે કે તેઓ શૂટીંગ છોડીને ચાલ્યા ગયાં અને સલમાનના ગુસ્સા પાછળ જવાબદાર છે આકાશ દદલાની અને પુનિશ શર્મા.

પુનિશ અને આકાશની મિત્રતા કેપ્ટન્સીના ટાસ્ક વખતે તૂટી ગઇ. આ ટાસ્ક વખતે પુનિશે આકાશને કેપ્ટન્સી માટે વોટ ન આપતાં રોષે ભરાયેલા આકાશે પુનિશ સાથે વાતચીત બંધ કરી દીધી. આજના સ્પેશિયલ વીકેન્ડ કા વારમૈં સલમાન ખાન, એપિસોડમાં સલમાન પુનિશ શર્મા અને આકાશ દદલાનીની ક્લાસ લેતા જોવા મળશે. પરંતુ આ બધા વચ્ચે સલમાન એટલા પરેશાન થઇ ગયા કે સ્ટેજ છોડીને જ ચાલ્યા ગયાં.

સલમાન સુલ્તાની અખાડામાં આકાશ અને પુનિશ વચ્ચે કુશ્તી કરાવવા માંગતાં હતાં પરંતુ આકાશે આ ટાસ્ક કરવાની ના પાડી દીધી, તો પુનીશ આ ટાસ્ક માટે તૈયાર થઇ ગયો. સલમાને આકાશને અનેક વાર આ ટાસ્ક કરવા માટે કહ્યું પરંતુ આકાશ આ ટાસ્ક માટે તૈયાર ન થતાં ગુસ્સે ભરાયેલ સલમાન અખાડો છોડીને જ બહાર આવી ગયાં. આજ નો વીકેન્ડ કા વાર ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે ઘરમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. સાથે જ અર્શી અને પ્રિયાંક દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી પણ લોકો નારાજ છે.

Related posts

ડ્રીમ ગર્લની સક્સેસ પછી શર્ટલેસનાં લુકમાં નજર આવ્યો આયુષ્માન ખુરના, ફોટો થયો વાયરલ

pratik shah

જેની ફિલ્મોથી આહટ પણ થરથર કાંપતી હતી તેવા શ્યામ રામસે હવે નથી રહ્યા

pratik shah

ચિરંજીવીની ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડીએ રિલીઝ પહેલા જ 125 કરોડની કમાણી કરી લીધી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!