GSTV
Home » News » Bigg boss 11 : પુનીશ, બંદગી અને લવ થયાં નોમિનેટ

Bigg boss 11 : પુનીશ, બંદગી અને લવ થયાં નોમિનેટ

બિગબોસ સીઝન 11ના ગત એપિસોડમાં હીના ખાન અને શિલ્પા શિંદે વચ્ચે બોલાચાલી થઇ. શિલ્પાએ હીનાને કહ્યું કે તે ગઇકાલે પરાઠા બનાવવાનું છોડી દીધું તેથી મને જમવા ન મળ્યું. તેની પર હીનાએ કહ્યું કે હું મારા પરાઠા સાથે કંઇ પણ કરી શકું છું. ત્યાર પછી તે પોતાના પરાઠાના નાના-નાના ટુકડા કરીને બહાર ફેંકી દે છે. શિલ્પા શિંદે બધા માટે ભોજન બનાવે છે અને તે જ સમયે આકાશ તેના પર કમેન્ટ કરે છે. અર્શી પણ આકાશ સાથે મળીને શિલ્પા પર કમેન્ટ કરે છે. ત્યારબાદ બધાં ચાલ્યાં જાય છે. અર્શી કિચનમાં જાય છે અને શિલ્પા સાથે વાત કરે છે અને પૂછે છે કે તે શા માટે નારાજ છે? ત્યારબાદ શિલ્પા તેને કહે છે કે કોઇ કોઇનું સગું નથી.

ત્યારબાદ શિલ્પા અને અર્શી એકબીજાને ભેટે છે અને હિતેન કહે છે કે આ નજારો જોવા માટે તેની આંખો તરસતી હતી. કિચનમાં આકાશ પોતાની આદત પ્રમાણે પુનીશ સાથે ઝગડે છે અને બંદગી પર કમેન્ટ કરે છે. તેથી પુનીશ ગુસ્સે ભરાય છે અને આકાશનું ભોજન પેન માંથી બહાર ફેંકી દે છે. પુનીશ પોતાનું ચંપલ આકાશ પર ફેંકે છે. પ્રિયાંક અને લવ કોઇ રીતે પુનીશને બહાર લઇ જાય છે. ત્યાગબાદ બંદગી કહે છે કે પુનીશે અત્યાર સુધી ગુસ્સો નિયંત્રણમાં રાખ્યો હતો અને હવે હું પણ તેને કંઇ કહીશ નહી.

શિલ્પા પુનીશને સમજાવે છે કે તે કેટલી સારી રીતે ગેમ રમી રહ્યો હતો. આવું કરીને તેને શું મળશે. આ વચ્ચે આકાશ પુનીશને ઝગડવા માટે ભડકાવતો રહે છે અને સ્થિતિ વધુ વણસી જાય છે. ત્યારબાદ નામિનેશનની પ્રક્રિયા શરૂ થાય છે અને ઘરના મોટાભાગના લોકો મપુનીશ અને બંદગીનું નામ લે છે, તો કેટલાંક લોકોએ લવને નોમિનેટ કર્યો.  આ રીતે બિગબોસ નોમીનેશન માટે લવ,પુનીશ અને બંદગીના નામની ઘોષણા કરે છે.

Related posts

રિયલ લાઇફમાં આટલી બોલ્ડ અને ગ્લેમરસ છે TVની આ સાસુમા, તસવીરો પરથી નજર નહી હટાવી શકો એની ગેરેન્ટી

Bansari

આ IPS ઓફિસરે ‘બિગ બોસ’ માં ભાગ લેવાની ઓફર બીજી વખત ઠુકરાવી

Kaushik Bavishi

હવે Katrina Kaif સાથે લાગી Anup Jalota ની લગન, જસલિનને છોડી આની સાથે બનાવવા ઈચ્છે છે જોડી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!