GSTV
Home » News » Bigg Boss 12માં આવશે ખતરનાક ટ્વિસ્ટ, તૂટશે જોડીઓ અને શરૂ થશે ઘમાસાણ

Bigg Boss 12માં આવશે ખતરનાક ટ્વિસ્ટ, તૂટશે જોડીઓ અને શરૂ થશે ઘમાસાણ

મોસ્ટ પોપ્યુલર ટેલીવીઝન  રિયાલીટી શૉ બિગ બૉસમાં સલમાન ખાને કન્ટેસ્ટન્ટ્સની ઝાટકણી કાઢી છે. તે ઘરના સભ્યો પર 13 ઓક્ટોબરના વીકેન્ડ કા વારમાં ગુસ્સે થયાં હતા. ઘરના સભ્યોના સારી રીતે ન રમવાના કારણે બિગ બૉસે પણ મોટો નિર્ણય લેવાનું નક્કી કરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે ઘરમાં થશે બ્રેકઅપ.

આ બિગ બ્રેકઅપના કારણે શૉની આ વખતની થીમ વિચિત્ર જોડીઓને તોડવાની વાત ચાલી રહી છે. તેના કારણે શૉમાં તમામ જોડીઓને તોડીને ઘરના સભ્યોને એકલા રમવાનું કહેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘરમાં હાલ દીપક-ઉર્વશી, સૌરભ-શિવાશીષ અને સબા-સોમી જોડીમાં રમી રહ્યાં છે. જસલીન પણ જોડીમાં આવી હતી પરંતુ અનૂપ જલોટાને સીક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યાં હોવાથી તે એકલી થઇ ગઇ હતી.

આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાને નેહા પેંડસેને ઘરમાંથી બેઘર કરી છે. પહેલાં પણ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતાં કે નેહા ઘરમાંથી બહાર આવશે.

જણાવી દઇએ કે બિગ બૉસમાં ઘણાં એવા ટ્વિસ્ટ આવ્યાં છે જે ગત સીઝન્સમાં અંત સમયમાં જોવા મળ્યાં હતા. 4 અઠવાડિયામાં જ મેકર્સે મિડ વીક એવિક્શનની ઘોષણા કરી છે. આ અઠવાડિયે કરણવીર બોહરા, નેહા પેંડસે અને શ્રીસંત નોમિનેટ થયાં હતાં અને શ્રીસંતને વોટના આધારે સીક્રેટ રૂમમાં અનુપ જલોટા પાસે મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘરના સભ્યોને લાગી રહ્યું હતું કે શ્રીસંત બેઘર થઇ ગયો છે. બિગ બૉસના ઘરમાં ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સનો દોર શરૂ થઇ ગયો છે તેમાં તેમાં કોઇ બે મત નથી કે દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહ્યું છે.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!