બિગ બૉસની સીઝન 13ની આતુરતાનો અંત આવશે. બિગ બૉસની 13મી સીઝન 29 સપ્ટેમ્બરથી કલર્સ ટીવી પર ઑન એર થશે. શૉના નવા પ્રોમોમાં તેની ઘોષણા કરી દેવામાં આવી છે. સાથે જ આ શૉમાં આ વખતે ફક્ત સ્ટાર્સ જ નજરે આવશે.

બિગ બૉસ સીઝન 13નું પ્રમિયર 29 સપ્ટેમ્બરે રાતે 9 વાગ્યાથી ઑન એર થશે. બિગ બૉસની 13મી સીઝન હવે તેના જૂના સમયે સોમવારથી શુક્રવાર રાતે 10.30 વાગ્યાથી રાતે 11.30 સુધી ટેલિકાસ્ટ થશે. સાથે જ શનિવાર અને રવિવારે વીકેન્ડ કા વાર રાતે 9 વાગ્યાથી ટેલિકાસ્ટ થશે.

તમને જણાવી દઇએ કે સીઝન 12 પ્રાઇમ ટાઇમ એટલે કે રાતે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટેલિકાસ્ટ થયો હતો. જો કે સીઝન 12ની ટીઆરપી ગત સીઝનની સરખામણીમાં ઘણી ઓછી રહી હતી. આ સીઝન દીપિકા કક્કડ ઇબ્રાહિમે જીત્યો હતો.

જુઓ નવો પ્રોમો
બિગ બૉસ 13ના પ્રોમોમાં સલમાન ખાન શેફના કિરદારમાં નજરે આવે છે. સલમાન ખાન ખિચડી બનાવતા કહે છે, ‘ઇસ બાર સટકે સિતારે પરોસેંગે મેડ મનોરંજન તો સબ કરના પડેગા દન દના દન. યે સીઝન હૈ મેરા.’

પ્રોમોમાં સલમાન ખાને કહ્યું કે ચાર અઠવાડિયા બાદ જ ફિનાલે થશે. તેવામાં ફેન્સ તેને સાંભળીને દંગ રહી જશે. રિપોર્ટ્સ અનુસાર આ સીઝનમાં ફક્ત સેલેબ્સ જ ભાગ લેશે. કોમનર્સની આ સીઝનમાં એન્ટ્રી નહી થાય.
Read Also
- મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ
- કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી
- લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….
- પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ
- Video: ‘તારક મહેતા…’માં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, દયાબેનના બદલે થશે આ કિરદારની એન્ટ્રી