GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

બિગ બોસ ફેઇમ બેનાફસા સૂનાવાલા અને પ્રિયાંક શર્મા વચ્ચે ઇલુ ઇલુ

સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ લડાઈ ઝઘડાની સાથે સાથે પ્યાર, ઇશ્ક માટે પણ જાણીતો છે. બિગ બોસ 11 સિઝનના પ્રતિસ્પર્ધી પ્રિયંકા શર્મા અને બેનાફસા સૂનાવાલા તો તમને યાદ જ હશે. બંનેની મિત્રતા અને લવ સ્ટોરી આ શો દરમિયાન ખૂબ ચગી હતી. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ બંનેની લવ સ્ટોરી જારી જ રહી છે. હાલમાં તો પ્રિયંકા અને બેનાફસા એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે.

રોમેન્ટીક ફોટો શેર કર્યા

બિગ બોસની આ જોડી અત્યારે ખૂબ ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરે છે તેની જાણકારી બંનેએ પોતાના સત્તાવાર પેજ પર ફેન્સ માટે મૂકી છે. બેનાફસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા સાથેના ફોટો શેર કર્યા છે. આ રોમેન્ટીક ફોટો જોઇને જ તમે કહી ઉઠશો કે મેઇડ ફોર ઇચ અધર.

આમ તો બિગ બોસમાં બંનેની મિત્રતાની કેમેસ્ટ્રી જોઇને જ એમ લાગતું હતું કે આ સંબંધો આગળ ધપવાના છે. હવે બંનેના સૂત્રોએ આ રિલેશનને સત્તાવાર જાહેર કરી દીધા છે તો બંનેને લવ સ્ટોરી પર ભરોસો બેસી ગયો છે.

બંનેએ શેર કરેલા એક ફોટોમાં તો બેનાફસા પ્રિયંકાને કિસ કરતો પણ જોવા મળે છે. બિગ બોસ 11માં પણ આ જોડી છવાઈ ગઈ હતી. હવે તેમની કિસ કરતી તસવીરો પણ વાયરલ થઈ ગઈ છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!