નાના પડદાના સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલીટી ટીવી શૉ બિગ બૉસની 12મી સીઝન 16 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. શૉ પર તે તમામ એક્શન જોવા મળે છે જે રિયલ લાઇફમાં જોવા મળે છે. આ શૉની અત્યાર સુધીની સીઝન્સમાં દર્શકોને ઝગડા, ગાળા-ગાળી, મારપીટ, પ્રેમ અને લગ્ન સુધી બધુ જ જોવા મળ્યું છે. જો કે શૉ પર દેખાતો પ્રેમ ફક્ત શૉ સુધી જ રહ્યો છે અને શૉમાંથી બહાર થયાં બાદ આ જોડીઓ અલગ થઇ ગઇ. લગ્નના મામલે પણ આવું જ કંઇક થયું. કન્ટેસ્ટન્ટ્સે સેટ પર લગ્ન તો કર્યા પરંતુ બહાર આવતાં જ અલગ થઇ ગયાં. આગામી સીઝનની શરૂઆત થાય તે પહેલાં ચાલો જઇએ એક ફ્લેશબેક જર્ની પર જ્યાં તમને યાદ અપાવીશું કે કઇ જોડીઓનો રોમાન્સ ફક્ત બિગબોસના ઘર સુધી જ સિમિત રહ્યો.
પૂજા બેદી અને આકાશદીપ સહેગલ
શૉની પાંચમી સીઝનમાં આ જોડી વચ્ચે ખાસ ટ્યુનિંગ જોવા મળી. જો કે શૉ બાદ બંને ધીરે ધીરે એકબીજાથી દૂર થઇ ગયાં.
તનીષા મુખર્જી અને અરમાન કોહલી
આ જોડી પણ શૉની સાતમી સીઝનમાં જ બની. શૉમાં બંનેના કિસિંગ સીનથી લઇને રોમાન્સ સુધી દરેક બાબત ચર્ચાનો વિષય રહી.
ગૌહર ખાન અને કુશાલ ટંડન
બિગબૉસમાં જ્યાં અનેક લવ સ્ટોરીઝ ધીરે ધીરે સામે આવે છે ત્યાં શૉની સાતમી સીઝનમાં ગૌહર ખાન અને કુશાલ ટંડન આ મામલે ઘણાં ઓપન હતાં. શૉમાં તે વિવાદિત એપિસોડ પણ છે જ્યારે કુશાલ અને ગૌહર એક જ બાથરૂમમાં પોતાનીજાતને લૉક કરી લે છે.
ડિએન્ડ્રા સૉરિસ અને ગૌતમ ગુલાટી
શૉની નવમી સીઝનમાં આ કપલના કિસિંગ સીનને ટીવી પર દર્શાવવાને લઇને મોટો વિવાદ ઉભો થયો હતો.
પુનીશ શર્મા અને બંદગી કાલરા
બિગબૉસની 11મી સીઝનમાં જોવા મળેલી આ જોડી અલગ અંદાજ અને બોલ્ડનેસ માટે જાણીતી બની. બિગબૉસમાં આ કપલ કિસ સાથે ઘણું બધુ કરતાં જોવા મળ્યાં હતાં.
નિતિભા કૌલ અને મનવીર ગુર્જર
શૉની 10મી સીઝનમાં સેલેબ્સની સામે કોમનમેન ઘરમાં જોવા મળ્યાં હતાં. કોમન મેન હોવા છતાં મનવીર પાસે એટલો સપોર્ટ હતો કે તેણે આ શૉ જીતી લીધો. મનવીર શર્માળ સ્વભાવનો છે પરંતુ તે શૉમાં મોટાભાગે નિતિભા સામે સમય પસાર કરતાં જોવા મળ્યો હતો.
ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના
શૉની 8મી સીઝનમાં દર્શકોને ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાનો રોમાન્સ જોવા મળ્યો હતો.