GSTV

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

બિગ બોસ

Last Updated on July 26, 2021 by Damini Patel

ટેલિવિઝનનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસની ૧૫મી સીઝનની તૈયારી થઇ રહી છે. પહેલી વખત આ શોને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવાય છે કે, બિગ બોસના નિર્માતાઓએ આ શોના સંચાલક તરીકે સલમાન ખાનનું પત્તું કાપી નાખ્યું છે અને હોસ્ટ તરીકે કરણ જોહરની પસંદગી કરી છે.

કરણ જોહર કરશે સીઝન 15 હોસ્ટ

કરણ જોહરે પણ આ શોને લઇને જણાવ્યું છે કે , તે બિગ બોસ ૧૫ના ઓટીટી પરના હોસ્ટ બનવાના છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કરણે જણાવ્યું હતું કે, હું અને મારા માતા બિગ બોસના પ્રશંસકો છીએ. અમે એક એપિસોડ જોવાનું ચુકતા નથી. હવે હું સ્વયં આ શોનો હોસ્ટ બની રહ્યો છું. મને આશા અને વિશ્વાસ છે કે, હું આ શોનો સફળ સંચાલક કહેવાઉં. હું સ્વયંને ટેલિવિઝન પર જોવા આતુર છું.

શું કહ્યું સલમાન ખાન

બિગ બોસની ૧૫મી સીઝન માટે સલમાન ખાને વાત કરતાં કહ્યું હતું કે, બિગ બોસની આ સીઝન OTT પર પ્રસારિત થઇ રહી છે. આ મચ પર ઘણી વિવિધતાઓ જોવા મળશે. જેમાં દર્શકોને ફક્ત મનોરંજન નહીં પરંતુ આ શોમાં હિસ્સો પણ લઇ શકશે. તેમજ આ શો સાથે વ્યસ્ત રહી શકશે. દરેક સ્પર્ધકને મારી સલાહ છે કે, એકટિવ અને મનોરંજક રહે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!