GSTV
Home » News » બિગ બોસ -12 ફેમ એક્ટ્રેસ નેહા પેંડસે આવતા વર્ષે બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જુઓ ફોટોઝ

બિગ બોસ -12 ફેમ એક્ટ્રેસ નેહા પેંડસે આવતા વર્ષે બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જુઓ ફોટોઝ

ટીવીના બહુ ચર્ચિત શો બિગ બોસ 12 માં જોવા મળી રહેલી નેહા પેન્ડસે આવતા વર્ષે 5 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ શાર્દુલ બ્યાસ સાથે પુણેમાં લગ્ન કરશે. તેમણે હાલમાં જ પોતાની અને શાર્દુલ સાથેની લવ લાઇફ વિશે જણાવ્યું હતું.

એક અહેવાલ મુજબ નેહાએ લગ્નના સમાચારોની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, હા, હું આવતા વર્ષે 5 જાન્યુઆરીએ લગ્ન કરી રહી છું. લગ્નના કાર્યક્રમમાં ફક્ત નજીકના મિત્રોને આમંત્રિત કર્યા છે. 5 જાન્યુઆરીએ જ રિસેપ્શન અને લગ્ન યોજાશે.

લગ્ન કાર્યક્રમો 3 જાન્યુઆરીથી થશે મહેંદી અને સંગીત સાથે અને 4 જાન્યુઆરીએ રિંગ સેરેમનીનો કાર્યક્રમ શરૂ થશે. તમામ ઇવેન્ટ્સ પૂનામાં યોજાશે. જ્યારે લગ્નની તૈયારીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું કે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લગભગ બધું જ ફાઈનલ થઈ ગયું છે. ‘ નેહા પેન્ડસે અને શાર્દુલ બ્યાસ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બંનેએ તેમના અફેરને સૌથી વધારે છુપાવી હતું. ઉલ્લેખનીય છે કે શાર્દુલ વ્યાસ ફિલ્મ અથવા ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી નથી.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!