GSTV
Home » News » બિગ બૉસથી લાઇમ લાઇટમાં આવેલી આ એક્ટ્રેસે 6 મહિનામાં જ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, આપ્યું આ કારણ

બિગ બૉસથી લાઇમ લાઇટમાં આવેલી આ એક્ટ્રેસે 6 મહિનામાં જ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, આપ્યું આ કારણ

કલર્સ ટીવીના રિયાલીટી શૉ બિગબૉસ ફેમ અર્શી ખાને 6 મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટી જૉઇન કરીને રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ફેન્સને ચોંકાવી દીધાં છે. અર્શી ખાને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે રાજકારણમાંથી સંન્યાસ લઇ લીધો છે.

તેણે પોતાના સંન્યાસની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી છે. તેણે આ સંદર્ભે ટ્વિટ કર્યુ અને આ ટ્વિટમાં તેના સંન્યાસ પાછળનુ કારણ પણ સામે આવ્યું છે.

અર્શી ખાને ટ્વિટ કરતાં લખ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા મારા કામના કારણે રાજકારણમાં યોગદાન આપવું ઘણુ મુશ્કેલ થઇ ગયું છે. તેથી હું ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી રહી છુ. મારા પર ભરોસો કરવા અને સમાજની સારસંભાળ કરવાની તક આપવા માટે આભાર.

અર્શી ખાને સ્પષ્ટતા કરી છે કે મારી ફિલ્મો, વેબ સીરીઝ અને મ્યુઝીક વીડિયો પ્રોડક્શનમાં કરેલી કમિટમેન્ટ્સ જ આ નિર્ણય પાછળનું કારણ છે. આ ઉપરાંત કોઇ અન્ય કારણ નથી.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

Riyaz Parmar

ટ્રાફિકના નિયમો માત્ર આમ જનતા માટે, સરકારી ડ્રાઈવરો સરકારના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!