એક્સ બિગબોસ કન્ટેસ્ટન્ટ અને મોડેલ સોફિયા હયાતનું લગ્ન જીવન ફક્ત એક જ વર્ષમાં અંત આવ્યો છે. સોફિયાએ પોતાના પતિ પર ફ્રૉડ કરવાનો આરોપ લગાવ્યો છે. એક અહેવાલ અનુસાર સોફિયાએ પોતાના પતિ વ્લાડ સ્ટેનેસ્કુને ઘરની બહાર હાંકી કાઢ્યો છે.
અગાઉ સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગનેન્સીના સમાચાર આપ્યાં હતા. પરંતુ હવે તેણે જણાવ્યું હતું કે હવે તે પોતાનું બાળક પણ ખોઇ બેસી છે. સોફિયાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે પોતાની હાલની સ્થિતિ અંગે જણાવ્યું છે. તેને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે આ તમામ અહેવાલો સાચા છે અને હવે તે પોતાના પતિથી અલગ રહે છે.
સોફિયાએ પોતાના પતિને શૈતાન અને ચોર પણ કહ્યો. સોફિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, તે કહ્યું હતું કે તુ ઇન્ટીરીયર ડિઝાઇનર છે પરંતુ તે ખોટુ હતુ. તારા ઉપર ઘણું દેવુ છે. તે કહ્યું હતુ કે તુ મને પ્રેમ કરે છે પરંતુ તે પણ ખોટુ. જે મારી પાસે છે તે બધુ જ તુ ચોરવા મેગ છે. મે અનેક બિલ ભર્યા. મે તારા પર વિશ્વાસ કર્યો. પરંતુ તે મને ખોટી સાબિત કરી. મે તને મારા જીવન અને ઘર માંથી બહાર કાઢ્યો છે. સુંદર ચહેરા સાથે મારા જીવનમાં એક શૈતાન આવ્યો, જેણે મને દરેક રીતે ખતમ કરી નાંખવાનો પ્રયાસ કર્યો.
ઉલ્લેખનીય છે કે સોફિયાએ 24 એપ્રિલ 2017ના રોજ વ્લાડ સ્ટેનેસ્કુ સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથેની તસવીરો અને વિડિયો શેર કર્યા હતા. આ તસવીરોના કારણે તે અનેકવાર ટ્રોલ પણ થઇ ચુકી છે.