બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટ કરિશ્મા તન્ના પર દિલ્હીની એક ઇવેન્ટ કંપનીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. કંપનીના ઇવેન્ટ મેનેજર માનસ કાતયાલે કરિશ્મા પર છેતરપિંડી, ધમકી અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો છે. એક અહેવાલ અનુસાર હલ્દવાનીના એક વેડિંગ રિસેપ્શનમાં કરિશ્માએ પરફોર્મ કરવાનું હતું પરંતુ તે ફંક્શનમાં ન આવી, જેના કારણે કંપનીને 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
માનસે જણાવ્યું કે અને તેમને એડવાન્સ પેમેન્ટ કરીને બુક કરી હતી. પરંચુ કરિશ્મા, તેની મેનેજર પાયલ રાય અને સ્ટાઇલિસ્ટ સીમા સમર અહેમદ વેન્યૂ પર ન આવ્યાં. તેમના ન વવાના કારણે અમને 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
રિપોર્ટ અનુસાર કાતયાલે જણાવ્યું કે કરિશ્માની આખી ટીમ દિલ્હી આવી હતી. ત્યાંથી તે તેમને હલ્દીવાની લઇ જઇ રહ્યાં હતા. પરંતુ અડધા રસ્તે જ કરિશ્માએ ડ્રાઇવરને ગાડી પાછી વાળી લેવા કહ્યું. તેણે ડ્રાઇવરને કહ્યું કે જો તે તેમને દિલ્હી પરત નહી લઇ જાય તો તે તેમના પર ઉત્પીડનનો ખોટો કેસ દાખલ કરી દેશે. કરિશ્માએ કાતયાલ પર માનસિક અત્યાચારનો આરોપ લગાવ્યો છે. કરિશ્માએ આ અંગે જણાવ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે શો મુરાદાબાદમાં છે. જ્યારે અમે મુરાદાબાદ પહોંચ્યા તો અમને જાણ થઇ કે શો હલ્દીવાનીમાં છે. જે મુરાદાબાદથી કેટલાંક કલાકોના અંતરે છે. મે માનસને પહેલા જ કહી દીધું હતું કે મારી પીઠમાં દુખાવો છે અને તે વધારે મુસાફરી નહી કરી શકે. તેણે જણાવ્યું કે હું શા માટે પૈસા પરત આપું, તેમણે મને માનસિક અત્યાચાર માટે પૈસા આપવા જોઇએ. રિપોર્ટ અનુસાર કરિશ્માના વકીલ તુષાર ગુર્જરે કાતયાલને નોટિસનો જવાબ આપી દીધો છે.