બિગ બોસ 16 ના હાલના એપિસોડમાં શાલીન ભનોટ અને ટીના દત્તા તમામ પ્રકારની શરમને નેવે મુકીને કેમેરા સામે બેકાબુ થઈ ગયા. અને એકબીજાના હોઠ પર ચુંબન કર્યું. નવા વર્ષના એપિસોડમાં બિગ બોસમના તમામ કંસ્ટેન્ટન્ટ માટે એમસી સ્ટેનના લાઇવ મ્યુઝિકની ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ગીતોના શોર વચ્ચે બંને જણા પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા. બંનેએ હદ વટાવીને ઘણી વાર નજીક પણ આવ્યા.

ટીના દત્તા-શાલીન ભનોટનો પ્રેમ થયો ટાર્ગેટ
ટીના દત્તા-શાલીન ભનોટના નજીકના મિત્રોને પણ બિગ બોસે નોટિસ કર્યા. ટીના અને શાલીન વચ્ચેના આ અનામી સંબંધો વિશે, બિગ બોસે તમામ ઘરવાળાઓની રિલેશનશીપ સ્ટેટસને લઈને સવાલ કર્યા હતા. શાલીન ભનોટ અને ટીના દત્તાની તક મુજબ વધતી નિકટતાથી તમામ ઘરવાળાઓએ પણ બંનેના પ્રેમને ફ્રોડ બતાવી દીધો. માત્ર છેતરપિંડી જ નહીં, તેને કેમેરાની સામે નાટક કરવાનું અને એવિક્શનથી બચાવની ચાલ પણ બતાવી હતી.
સોશિયલ મીડિયા પર ટ્રોલ
બિગ બોસ 16નું આ કપલ સોશિયલ મીડિયા પર પણ ઘણું ટ્રોલ થઈ રહ્યું છે. ટીના દત્તા અને શાલીન ભનોટનો કાચિંડા જેવો બદલાતો રંગ લોકોના સમજની બહાર છે. નોમિનેશન પછી બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે, તો ટાસ્ક પહેલા બંને વચ્ચે પ્રેમ અને મહોબ્બત ઊભરાવા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ટોપ લેવલના ફ્રોડ બતાવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ