GSTV

Bigg Boss / સીઝન 15માં આ અભિનેત્રીઓની એન્ટ્રી પાક્કી, ગ્લેમરનો લગાવશે ફુલ તડકો

Last Updated on July 28, 2021 by Zainul Ansari

ટીવી પર લોકપ્રિય કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) સીઝન 15ની તૈયારી શરૂ થઈ ગઈ છે. શો આ વખતે નવા ટ્વીસ્ટ સાથે ટીવીના 6 અઠવાડિયા પહેલા ઓટીટી પર શરૂ થઈ જશે. આ શોની નવી સીઝન સાથે કેટલાક કલાકારોનું નામ જોડાઇ ગયુ છે. અત્યારે મેકર્સ તરફથી કોઈ નામ ફાઇનલ નથી થયુ, પરંતુ સમાચાર છે કે આ વખતે ટીવીની અદાકારો ગ્લેમરનો તડકો લગાવશે.

બાલિકા વધુ સીરિયલમાં નજરે પડેલી ટીવી એક્ટ્રેસ નેહા મારદા આ વખતે બિગ બોસ સીઝન 15માં દેખાશે. કથિત રીતે બિગ બોસના ઘરમાં જવાની ઓફર ચાર વખતે ફગાવ્યા પછી તેણે સીઝન 15 માટે હામી ભરી છે. નેહા ‘બાલિકા વધૂ’, ‘ડોલી અરમાનો કી’ અને ‘ક્યૂ રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ જેવા શો કરી રહી છે.

ટીવી ક્વીન એકતા કપૂરની ટીવી સીરિયલ ‘હૈવાન’માં જોવા મળી ચૂકેલી રિદ્ધિમા પંડિત પણ બિગ બોસમાં ગ્લેમરનો તડકા લગાવતી જોવા મળશે. સમાચાર એ છે કે તે આ સિઝનમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે. ‘બિગ બોસ’માં રિદ્ધિમાને જોવા તેના ફેન ખૂબ જ એક્સાઇટેડ છે.

દિવ્યા અગ્રવાલે પણ આખરે ત્રણ વર્ષ પછી આ શો માટે તેની મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ્સ મુજબ આ શો માટે દિવ્યાનું નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. જોકે દિવ્યા આ શો અંગે કંઈ પણ બોલવાનું ટાળી રહી છે. દિવ્યાએ ‘રાગિની એમએમએસ 2’ માં કામ કર્યું છે.

‘ખતરોં કે ખિલાડી 11’ માં ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળી રહેલી સના મકબુલ હવે બિગ બોસના ઘરમાં પોતાની અસલી રમત બતાવતી જોવા મળશે.

રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 11માં જોવા મળતા અર્જુન બિજલાનીને કલર્સ ચેનલે બિગ બોસ 15 માટે ફાઈનલ કરી લીધું છે.

ફિલ્મ ‘યે દિલ આશિકાના’માં જોવા મળેલા કરણનાથ પણ ટૂંક સમયમાં સલમાન ખાનના શો ‘બિગ બોસ 15’ના ઘરમાં એન્ટ્રી કરશે.

ગયા વર્ષે બિગ બોસના ઘરે બે સિન્ગર રાહુલ વૈદ્ય અને જાન કુમાર સાનુ હતા. આ વખતે વર્ષ 2004માં સિન્ગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઇડોલ’માં ભાગ લેનાર ગાયક અને અભિનેતા અમિત ટંડન પણ બિગ બોસની આ સીઝનમાં જોવા મળશે.

Read Also

Related posts

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

Dhruv Brahmbhatt

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!