બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત હાલમાં બિગ બોસ 14ના હાઉસમાં છે અને આ દરમિયાન તે લોકોને ખૂબ એન્ટરટેન કરી રહી છે. ઘરની અંદર એક બાજૂ રૂબિના દિલૈક સાથે તેની દોસ્તી થઈ ગઈ છે. તો વળી રૂબીનાના પિતા અભિનવ શુક્લા સાથે તેને પ્રેમ પણ થઈ ગયો છે. રાખીનો આ ફ્લર્ટિંગ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, આવુ પહેલી વાર નથી બનતું, પણ તે હંમેશા ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે કંઈને કંઈ કર્યા કરતી હોય છે. હાલમાં જ તેને પોતાના લગ્નને લઈને એક નિવેદન આપ્યુ હતું. જેના ફોટો પણ વાયરલ થયા હતા, જેમાં તે સિંદૂર અને મંગળસૂત્ર પહેરેલી નજરે પડી હતી.
આમ તો રાખી સાવંત હાલમાં બિગ બોસ 14ના હાઉસમાં છે, પણ તેનો એક જૂનો વીડિયો હાલમાં ફરી એક વાર વાયરલ થયો છે. જેમાં તે કુશ્તી રિંગમાં રેસલર સાથે ફાઈટ કરતી જોવા મળે છે. આ કુશ્તીમાં રાખી સાવંત જીતી તો શકતી નથી, પણ તે હારીને પણ લોકોના દિલ જીતી લેતી જોવા મળી છે. રાખીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાખી WWEની રીંગમાં ઉતરે છે અને રેસલરે તેની ખૂબ પિટાઈ કરી હતી. જેના કારણે તેને સીધી હોસ્પિટલમાં જ ભરતી કરાવી પડી હતી.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા