GSTV

Bigg Boss 14 : આખરે આતુરતાનો આવ્યો અંત, સલમાન ખાને જણાવ્યું કોણ છે શૉનો પહેલો કન્ટેસ્ટન્ટ

bigg

સલમાન ખાને જાન કુમાર સાનુને બિગ બોસ 14 (Bigg Boss 14)રિયાલિટી શોના પ્રથમ સ્પર્ધક તરીકે રજૂ કર્યો છે. આ લોકપ્રિય રિયાલિટી શોના હોસ્ટ તરીકે સલમાન ખાન ફરી એક વાર પરત ફરી રહ્યો છે. તેણે કહ્યું કે તે તેના પગારમાં ઘટાડો કરવા તૈયાર છે, જેથી યુનિટના બાકી સભ્યોના પગારને અસર ન થાય. સલમાન ખાને ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુને બિગ બોસ 14ના પહેલા સ્પર્ધક તરીકે રજૂ કર્યો હતો.

સિદ્ધાર્થ શુક્લા કરશે જાન કુમાર સાનુને ગાઇડ

સલમાન ખાનને પ્રથમ વખત મળનારા જાન કુમાર સાનુએ કહ્યું, ‘સર, હું નર્વસ છું કારણ કે હું તમને પહેલીવાર મળી રહ્યો છું. મારું આખું શરીર ધ્રૂજી રહ્યું છે. મારા પિતાએ તમારી સાથે કામ કર્યું છે, હું તમારો ફેન છું. તમારી હાજરીથી હું થોડો આશ્ચર્યચકિત પણ છું.’
સલમાને કબૂલ્યું હતું કે જાન શોમાં ટકી રહેવા માટે અત્યંત ‘માસૂમ’ છે. ત્યારબાદ તેણે બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને તેનું માર્ગદર્શન કરવા કહ્યું. ત્યારબાદ સિદ્ધાર્થે જાનને કહ્યું, ‘તમે જે છો તે જ રહેજો, ત્યાં તમને જે સાચું લાગે, તેના માટે અવાજ ઉઠાવજો.’

સિદ્ધાર્થ જાનને તેની ઉપર ચા ફેકવાવાળી છોકરીની કાલ્પનિક સ્થિતિ કહી અને પૂછ્યું કે આની પર કેવી રીતે રીએક્ટ કરીશ. જાને કહ્યું કે તે ‘એક ગરમ ચાય કી પ્યાલી હો’ તે ગીત ગાશે. બિગ બોસ 13માં રશ્મિ દેસાઇએ સિદ્ધાર્થ શુક્લા પર ચા ફેંકી હતી.

Read Also

Related posts

પીએમ મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના રહ્યો નથી

Nilesh Jethva

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

Nilesh Jethva

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!