GSTV
Home » News » જે સુપરસ્ટારનાં લૂક અને વાળ પર હજ્જારો છોકરીઓ ફિદા છે તે પહેરે છે વિગ, વીડિયોમાં ખુલી ગઈ પોલ…

જે સુપરસ્ટારનાં લૂક અને વાળ પર હજ્જારો છોકરીઓ ફિદા છે તે પહેરે છે વિગ, વીડિયોમાં ખુલી ગઈ પોલ…

Paras Chhabra Wig હાલનાં દિવસોમાં ચર્ચાનો વિષય બનેલો છે. બિગ બોસ 13ની સિઝન દરરોજ કંઈક ચટપટુ મનોરંજન આપી રહી છે અને પારસ છાબરાની વિગ સાથે જોડાયેલાં આ વીડિયો તેમાં વધુ મસાલાનું કામ કરે છે. સ્પ્લિટ્સવિલા ફેમ પારસ છાબરા જ્યારથી બિગ બોસમાં ગયો છે. તેનાં વાળ સાથે જોડાયેલી સમસ્યા વિશે અહેવાલો આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છેકે, તેણે ઘરમાં વિગ પહેરેલી છે કારણકે તેને વાળ ખરવાની સમસ્યા છે. અને ટાલિયાપણાની તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાસ્ક દરમ્યાન પારસની વિગ લગભગ નીકળી જ ગઈ હતી અને તેને સંભાળતો દેખાઈ રહ્યો છે.

અમુક બિગ બૉસ ફેને આ મોમેન્ટને પકડી લીધી અને તેને સ્લો મોશનમાં જોયું જેથી સ્પષ્ટ જાણ થઈ શકે તેણે વિગ પહેરી છે. આ વીડિયોમાં પારસ પુરા પ્રયાસો કરી રહ્યો છેકે, તે તેના સાથીઓને તેના વાળને અડવાથી રોકી શકે.

ઉલ્લેખનીય છેકે, ઘરમાં અસીમ રિયાઝ અને શેફાલી ઝરીવાલાએ પારસ છાબડાની વિગને લઈને તેની મશ્કરી પણ કરી હતી. લક્ઝરી બજેટ ટાસ્કને લઈને આ રાઝ સામે આવ્યુ હતુ.

લક્ઝરી ટાસ્ક દરમ્યાન પારસ, સિદ્ધાર્થ, વિશાલ અને અસીમની વચ્ચે આલ્ફાબેટને લઈને ફાઈટ થાય છે. આ દરમ્યાન પારસની વિગ લગભગ પડી જ જાય છે. ત્યારે શેફાલી બોલે છે પહેલાં તારી વિગને સંભાળી લે પછી લડી લેજે. ત્યારે પારસ બોલે છે દુનિયાને ખબર છે તારા કહેવાથી શું ફરક પડશે. અસીમે પણ પારસના વાળની મશ્કરી કરી હતી. અને તેને ટાલિયો કહ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થયા હતા.

READ ALSO

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!