GSTV

Bigg Boss 13: અસીમની ક્લાસ લેવા પર ટ્રોલ થયા સલમાન, ફેન્સ બોલ્યા-તમારાથી નહી થઈ શકે

બિગ બોસ 13 ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. બિગ બોસના ચાહકો આતુરતાથી વિકેન્ડના વારનાં એપિસોડની રાહ જોતા હોય છે. ચાહકો માને છે કે વીકએન્ડ કા વારમાં, શોના હોસ્ટ સલમાન ખાન સ્પર્ધકોની ભૂલો ગણાવે છે અને સાચાને ટેકો આપે છે.

સલમાન અને બિગ બોસથી ચાહકો નિરાશ

પરંતુ આ સપ્તાહે વીકએન્ડના વારનો એપિસોડ જોયા બાદ ચાહકો સલમાન ખાન અને બિગ બોસથી ખૂબ નિરાશ અને નારાજ દેખાયા હતા. ગયા સપ્તાહે સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝની વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી હતી. લડાઈમાં બંનેએ એકબીજા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.

અસીમ સાથેની લડાઇમાં સિદ્ધાર્થ શુક્લાએ તેના પિતા પર ખરાબ ટિપ્પણી કરી. આ પછી, શેફાલી જરીવાલાએ અસમના પિતાને પણ લડાઈમાં લઈને આવી હતી.

પરંતુ વીકએન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન સૌથી વધારે અસીમ રિયાઝને ઠપકો આપતો જોવા મળ્યો હતો, જેને જોઈને ચાહકો ખૂબ નિરાશ છે. ચાહકો બિગ બોસ અને સલમાન ખાન બાયસ્ડ ગણાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર #BaisedBBTargetsAsim ટ્રેંડ કરાવી રહ્યા છે.

શું કહેવું છે ચાહકોનું

એક યુઝરે લખ્યું – સલમાન ખાન સિદ્ધાર્થની તરફેણ કરીને પોતાની છબિ કેમ બગાડે છે. ભાઈ તમારાથી નહી થઈ શકે. હવે શો પહેલાં જેવો રહ્યો નથી. તમારે નવા હોસ્ટ લાવવા જોઈએ. તમારા જેવા સુપરસ્ટાર સિદ્ધાર્થથી કેવી રીતે ડરી શકે?

READ ALSO

Related posts

સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમો બદલ્યા, શિક્ષકોને લાગશે ઝટકો

Bansari

સુરત/ જમીન વિવાદનું ભયનાક સ્વરૂપ આવ્યું સામે, ઉધનામાં સાઢુભાઈએ જ સાઢુભાઈની કરી કરપીણ હત્યા

pratik shah

સેક્સ ગુરુના નામે ધનાઢ્ય યુવતીઓને સેક્સ સ્લેવ બનાવનારને 120 વર્ષની સજા, 20 મહિલા સાથે ગ્રૂપ સેક્સ માણતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!