GSTV

Bigg Boss 13: ઘરમાં થશે નવા સદસ્યનો પ્રવેશ, શું થશે ઘરવાળાઓની હાલત બેહાલ ?

કલર્સ ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ-13ની સીઝનમાં ઘણા મોટા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. જ્યાં થોડા સમય પહેલા શોમાં ત્રણ સભ્યોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી તો, બીજી તરફ બિગ બોસના એક્સ પ્રતિસ્પર્ધિ વિકાસ ગુપ્તા ઘરવાળાઓ સાથે રહેવા આવ્યા હતા. ત્યારે હવે વિકાસ બાદ બિગ બોસના ઘરના વિજેતા બનેલા બિંદુ દારા સિંહ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે.

હાલમાં જ બોલીવુડમાં સમાચાર આવ્યા છે કે, શોમાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. કારણ કે, ઘરમાં જલ્દી જ વિંદુ દારા સિંહ એન્ટ્રી લઈ રહ્યા છે. જો કે, વિંદુને ઘરમાં માત્ર એક અઠવાડીયા માટે પ્રવેશ આપવામાં આવશે.

વિંદુ બિગ બોસ શોને ફોલો કરવાની સાથે ઘરના બધા જ સભ્યોની પ્રવૃતિઓ પર નજર પણ રાખે છે. ઘણી વખત જોવા મળ્યું છે કે, વિંદુ શો ઉપર પોતાના વિચારો પણ પ્રગટ કરી ચુક્યા છે. વિંદુ દારા સિંહ શોની શરૂઆતમાંજ સિદ્ધાર્થ શુક્લાનો સાથ આપતા નજર આવ્યા હતા. ત્યારે તેમણે સિદ્ધાર્થનો સાથ આપતા ઘણી વખત આસિમ રિયાજ પર પણ નિશાન સાધ્યું હતું.

થોડા દિવસો પહેલા આસિમ અને સિદ્ધાર્થની તકરાર પર વિંદુએ પોતાનો અભિપ્રાય આપતા સિદ્ધાર્થને સાચો ગણાવ્યો હતો. ત્યારબાદ આસિમના ભાઈ અમર રિયાજ અને વિંદુ વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાઈ ગયું હતું. બંનેએ પોતાના ટ્વીટથી એકબીજાને ઘણી વાતો સંભળાવી હતી.

વિંદુ બિગ બોસ-3 સિઝનના વિજેતા છે. આ સિઝનમાં વિંદુનો ખૂબ જ આક્રમક રૂપ તરીકે જોવા મળ્યો હતો. વિંદુની ઘણી વખત ઘરવાળા સાથે લડાઈ પણ થઈ હતી. ત્યારે હવે વિંદુ આટલા વર્ષો પછી શોમાં પરત ફરી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે, શોમાં ખૂબ ડ્રામા જોવા મળશે. જોવું રહ્યું તે, વિંદુની એન્ટ્રીથી શોની TRPમાં વધારો થાય છે કે નહી.

READ ALSO

Related posts

કોરાના વાયરસનો પ્રકોપ: દેશનાં પ.બંગાળનાં આ ગામમાં કોરોનાના ડરથી યુવકોને ન આપી એન્ટ્રી, આ રીતે કરાયા કોરોન્ટાઈન

pratik shah

Coronaના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અત્યાર સુધી 102 દર્દીઓ ડિસ્ચાર્જ, જાણો ગુજરાતમાં કેટલાં લોકો સ્વસ્થ થયાં

Bansari

કોરોના વાયરસનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, વીડિયો કોન્ફરન્સથી થઈ સુનાવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!