GSTV

Bigg Boss 13: બેઘર થતાં જ હિન્દુસ્તાની ભાઉએ ખોલ્યા ઘરના કેટલાક ચોંકાવનારા રાઝ, કહ્યું સાથે રહો એટલે…

બિગ બોસ 13માં વીકેન્ડના વોરમાં વિકાસ ફાટક એટલે કે હિન્દુસ્તાની ભાઉ ઘરમાંથી બેઘર થઈ ગયા હતા. આ અઠવાડિયે સિદ્ધાર્થ શુક્લા, શહનાઝ ગિલ અને મધુરિમા તુલી પણ નોમિનેટ થયા હતા. બિગ બોસના ઘરમાંથી બહાર નિકળ્યા બાદ હિન્દુસ્તાની ભાઉએ ઘણા રાઝ પડદથી પડદો હટાવ્યો હતો.

સાથે બીજા પર પણ ગુસ્સો ઉતાર્યો હતો. ભાઉએ કહ્યું કે, ઘરની અંદર દરેકના ચહેરાની ઉપર એક બીજો ચહેરો છે. એક કલાકનો શો જોઈને તમે કોઈને જજ કરવા લાગો છો. આટલા જલદી બહાર થવા પર ભાઉ કહે છે કે, હું મારા પરિવારવાળાને સતત યાદ કરી રહ્યો હતો, એવામાં મારા ઘરની બહાર નિકળવું જ ઠીક છે.

ઘરમાં સૌથી મજબૂત કંટેસ્ટેંટ માનનારા સિદ્ધાર્થ શુક્લાની સાથે બાઉના પહેલા સારા સંબંધ હતા ત્યાર બાદ બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. શો દરમિયાન ભાઉએ સિદ્ધાર્થની વાત કરતા કહ્યું કે, ઘરનો એક સભ્ય બિલકુલ પસંદ નથી. તેની વાત કરતાં ભાઉએ કહ્યું કે ટીવી પર દરેક માણસ તમને સારું લાગે છે, પરંતુ જ્યારે તમે તેની સાથે 24 કલાક રહો છો તો તેની હરકતો દેખાવાનું શરૂ થઈ જાય છે. ભાઉએ કહ્યું કે, તેણે મારી સાથે પણ આવી ભૂલ કરી હતી. આરતી જે સિદ્ધાર્થની ફેન્ડ છે તેને સિદ્ધાર્થના કારણે જ પેનિક એટેક આવ્યો હતો.

તુ જ્યારે હાઈપર થાય છે ત્યારે ખબર નથી હોતી કે સામે કોણ હોય છે. છોકરીઓને ગાળો આપવી, તેના ચરિત્ર પર સવાલ ઉઠાવા આ જ તારું સ્ટેંડર્ડ છે. તું તે ટેલિવિઝનનો સ્ટાર છે. હું તો હજાર ગણો સારો છું તારાથી. વિકાસને ઘરનું વાતવરણ માફક ન આવ્યું તે અહીંથી બહાર નીકળવા ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યો હતો. મારી માટે પૈસા અને પ્રસિદ્ધિ પછી, પહેલા મા છે. હું 2-3 દિવસ માને છોડીને નથી ગયો. થોડા દિવસ પહેલા મને મારી મા યાદ આવી રહી હતી. હું વારંવાર કેમેરા સામે જઈને બિગ બોસમાંથી બહાર જવાની વિનંતી કરી રહ્યો હતો.

Read Also

Related posts

કપિલ શર્માએ મૌન તોડ્યું, ભીષ્મ પિતામહ મુકેશ ખન્નાને આપ્યો જવાબ

Mansi Patel

જો સૈફ બન્યા હોત ‘રાજ’ તો DDLJ કેવી હોત? જાણો કેવી રીતે આવ્યો આ ફિલ્મનો આઈડિયા

Ankita Trada

KBC 12: સુભાષ બિશ્નોઇ પાંચ હજારના પ્રશ્નનો સાચો જવાબ આપી ન શક્યા, આ હતો સવાલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!