GSTV

Bigg Boss 13: અભિનેતા વરૂણ ધવને સિદ્ધાર્થ શુક્લાને ગુસ્સો રોકવા માટે આપી ટિપ્સ, જુઓ VIDEO

બોલિવુડ સ્ટાર્સ વરૂણ ધવન , શ્રદ્ધા કપૂર અને સ્ટ્રીટ ડાંસર 3ડીની ટીમે બિગબોસ-13નાં ઘરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરૂણે સિદ્ધાર્થ શુક્લાને ગુસ્સા પર કાબૂ કરવા માટે થોડીક ટીપ્સ પણ આપી હતી. સિદ્ધાર્થ શુક્લા બિગ બોસનાં ઘરમાં ઘણી વખત કંટેસ્ટેંટ્સની સામે પોતાનો ગુસ્સો બતાવી ચૂક્યા છે.

બિગબોસ-13નાં ઘરમાં ધમાકેદાર એન્ટ્રી

સિદ્ધાર્થ શુક્લાને ગુસ્સો રોકવા માટે આપી ટિપ્સ

વરૂણે જણાવ્યું કે ગરમી વધી રહી છે અને મારી પાસે તેનો એક ઈલાજ છે. ત્યાર પછી તેમણે સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનાં ગીત ગરમીનાં થોડાક સ્ટેપ્સ શિખવાડ્યા હતા. આ દરમ્યાન પારસ છાબડાએ પણ આ સ્ટેપ્સ કરીને આંનદ ઉઠાવ્યો હતો. આ સિવાય સુલતાન એટલે સલમાન ખાન પણ આ સોન્ગ પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઘણા એપિસોડમાં સિદ્ધાર્થનો ગુસ્સો સામે આવ્યો હતો. ત્યાર પછી અસીમ રિયાઝ જે એક સમયનો તેનો અંતગ મિત્ર હતો તેણે બિગબોસને જણાવ્યું કે સિદ્ધાર્થનો ગુસ્સો રોકવા માટે કાઉંસલિગની જરૂરિયાત છે.જો કે બિગ બોસે અસીમ રિયાઝને જણાવ્યું કે તેમણે તેમની સલાહ નથી માંગી.

હવે બિગબોસમાં નવો વળાંક આવ્યો છે. સિદ્ધાર્થ અને શહનાઝ ગીલ વચ્ચેની ખાઈ પણ વધુ ઉંડી થઈ રહી છે. બિગબોસનાં ઘરમાં સંબધોને લઈને જ્યારે દૂરી સર્જાઈ શોનાં હોસ્ટ સલમાનખાને સિદ્ધાર્થને સતર્ક રહેવા જણાવ્યું હતું.

READ ALSO

Related posts

નાઇજીરિયા/ બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલ, નિર્દોષ 100થી વધુ નાગરીકોની કરી કરપીણ હત્યા

pratik shah

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!